Bihar Kishanganj News: બિહારના કિશનગંજમાં ધોરણ સાતી પરીક્ષાના પ્રશ્નપત્રમાં એક સવાલ એવો પૂછાયો કે તેના પર હંગામો મચી ગયો છે. આ સવાલમાં કાશ્મીરને એક અલગ દેશ દેખાડ્યો છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું કે આ 5 દેશોના લોકોને શું કહેવાય છે- ચીન, નેપાળ, ઈંગ્લેન્ડ, કાશ્મીર અને ભારત. આ મામલાએ પછી તો રાજકીય તૂલ પકડી લીધુ. ભાજપે નીતિશકુમારના નેતૃત્વવાળી ગઠબંધન સરકાર પર તૃષ્ટીકરણનો આરોપ લગાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિહાર ભાજપના અધ્યક્ષ સંજય જયસ્વાલે કહ્યું કે 'જેડીયુ કાશ્મીરને ભારતનો ભાગ માનતી નથી. તેમણે સમગ્ર સીમાંચલ વિસ્તારમાં હિન્દી શાળાઓને બંધ કરાવવાનો પણ આરોપ લગાવ્યો. ભાજપના જિલ્લાધ્યક્ષ સુશાંત ગોપેએ કહ્યું કે, મહાગઠબંધન સરકારનો આ પ્રયત્ન તૃષ્ટીકરણની રાજનીતિને હવા આપવાની કોશિશ છે. આ એક કોશિશ છે જેથી કરીને બાળકોના મગજમાં એ ભરી શકાય કે કાશ્મીર અને ભારત અલગ અલગ છે. આ કોઈ ભૂલ નથી. આગામી ચૂંટણીઓ પહેલા સીએમ નીતિશકુમારના ષડયંત્રનો એક ભાગ છે.' 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube