પટનાઃ ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વએ બિહારમાં પ્રથમ પેઢીના નેતાઓને છૂટ્ટા કરી મોટો સંદેશ આપ્યો છે. પાર્ટીએ બિહાર ભાજપના સંસ્થાપક ત્રણ નેતાઓને સાઇડલાઇન કરી દીધા છે. પાછલી સરકારમાં નાયબ મુખ્યમંત્રી રહેલા સુશીલ મોદી, રોડ નિર્માણ મંત્રી રહેલા નંદકિશોર યાદવ, કૃષિ મંત્રી પ્રેમ કુમાર, મહેસૂલ તથા ભૂમિ સુધાર મંત્રી રહેલા રામનાયારણ મંડલને બદલી નાખ્યા છે. ચારેય નેતાઓના નામ બિહાર ભાજપના સંસ્થાપક દિગ્ગજમાં સામેલ છે. પરંતુ ભાજપના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે, સુશીલ મોદીને પાર્ટી નવી જવાબદારી આપવા જઈ રહી છે. તેઓ ભાજપનો વારસો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપે જે નેતાઓને સાઇડલાઇન કર્યા, તેના સ્થાને સામાજીક સમીકરણને સાધવાનો પ્રયાસ કર્યો છે. સુશીલ મોદીના સ્થાને વૈશ્ય સમાજના તારકિશોર પ્રસાદને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે. આ રીતે ચંદ્રવંશી સમાજના પ્રેમ કુમારના સ્થાને નોનિયા સમાજના રેણુ દેવીને પાર્ટીએ મોટી જવાબદારી આપી છે. નંદ કિશોરના સ્થાને ઔરાઈથી પ્રથમવાર ધારાસભ્ય ચૂંટાયેલા રામસૂરત રાયને મંત્રી બનાવવામાં આવ્યા છે. 2015ની ચૂંટણીમાં રામસૂરત રાય હારી ગયા હતા. રામસૂરત નિત્યાનંદના નજીકના ગણાય છે. મુઝફ્ફરપુર જિલ્લાના ભાજપ જિલ્લાધ્યક્ષ છે. ભાજપે તમામ ફેરફાર દ્વારા બિહારમાં પાર્ટીના નવા છોડને આગળ વધારવાનું કામ કર્યું છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube