પટના : રાજધાની પટના પહોંચેલા પાટીદાર નેતા હાર્દિક પટેલે તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી હતી. શનિવારે આરજેડી નેતા તેજસ્વી યાદવના આવાસ પર હાર્દિક પટેલ પહોંચ્યા હતા. તેજસ્વીએ હાર્દિકનું સ્વાગત કર્યું અને બંન્ને ગળે મળ્યા હતા. તેજસ્વીએ હાર્દિક પટેલ સાથે મુલાકાત કરીને ફોટો ટ્વીટર પર પોસ્ટ પણ કરી છે. હાર્દિક પટેલે શનિવારે તેજસ્વી સાથે મુલાકાત પહેલા જાગૃત સમ્મેલનમાં ભાગ લીધો હતો. જ્યાં તેમણે બિહારની રાજનીતિ અને નીતીશ કુમાર પર ભડાશ કાઢી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્દિક પટેલે નીતીશ કુમાર પર શાબ્દિક પ્રહાર કર્યો અને કુર્મી કુશવાહા અને ધાનુકને એકત્ર કરીને તેની વિરુદ્ધ ઉભા રહેવા માટે કહ્યું. એટલું જ નહી તેમણે પોતાનું નવું નામ કુર્મી ધાનુક હાર્દિક પટેલ છે તેમ કહ્યું હતું. મુખ્યમંત્રી નીતીશ કુમાર પર નિશાન સાધતા કહ્યું કે, આ વખતે નીતીશ ચાચાએ મને એટલા માટે ન બોલાવ્યો કારણે દિલ્હીવાળા મારાથી નારાજ થઇ જશે. હું કહીશ કે ચાચા અમારાથી કેમ ડરી રહ્યા છે ? અમે નાલંદાથી ચૂંટણી નથી લડવાનાં.

 કુર્મી, કુશવાહા અને ધાનુક જાતીઓને એકત્ર થવાની અપીલ કરતા તેમણે કહ્યું કે, જો આપણે એક સાથે થઇ જઇએ તો અમારી આગળ કોઇની પણ નહી ચાલે. એકત્ર થવા અંગે પણ અમારો હક મળી શકશે. સાથે જ કહ્યું કે આગામી બે વર્ષની અંદર ગાંધી મેદાનમાં 10 લાખ કુર્મિઓને એકત્ર કરવાનાં છે. 

હાર્દિક પટેલ અને તેજસ્વી યાદવની મુલાકાત પરથી સ્પષ્ટ થાય છેકે તેઓ કુર્મી, કુશવાહા અને ધાનુક મત્તને પોતાની તરફ આકર્ષવા માટે કવાયત્ત ચાલુ કરી દીધી છે. બીજી તરફ સત્તાપક્ષમાં પણ કુર્મી, કુશવાહા અને ધાનુક મત્તની ચિંતા ચાલુ થઇ ગઇ હશે.