પટના: યૂપી પોલીસ (UP Police) સ્પેશિયલ અસેલ અને દિલ્હી પોલીસ (Delhi Police) એ થોડા દિવસો પહેલાં 6 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. હવે આ લોકો સાથે પૂછપરછ બાદ સુરક્ષા એજન્સીઓએ બિહાર (Bihar Terror Alert) માટે હાઇ એલર્ટ જાહેર કરી દીધું છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે આ સંદિગ્ધ આતંકવાદીઓના નિશાના પર રેલવે સ્ટેશન, રેલવે ટ્રેક અને શહેરની અન્ય ભીડભાડવાળી જગ્યાઓ છે. રેલવે સુરક્ષા બળ (આરપીએફ)એ ઉત્તર બિહારના 13 જિલ્લાને એલર્ટ કર્યા છે. સાથે જ ઉત્તર બિહારમાં પડનાર બે રેલવે જિલ્લા પોલીસે પણ વિશેષ સતકર્તા વર્તવા માટે કહેવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી અનુસાર સમસ્તીપુર આરપીએફના મંડળ સુરક્ષા આયુક્ત દ્વારા સંબંધમાં સમસ્તીપુર, દરભંગા, સીતામઢી, સુપૌલ, મોતિહારી, બેતિયા, મુજફ્ફરપુર, ખગડિયા, મધુબની, બેફૂસરાય, સહરસા, મધેપુરા અને પૂર્ણિયા જિલ્લાના એસએસપી ઐર એસપીને પત્ર લખવામાં આવ્યો છે. તેમાં દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા આતંકવાદીઓના આઇએસઆઇ એજન્ટ હોવાની આશંકા વ્યક્ત કરી છે. 

PM Modi સાથે 24 સપ્ટેમ્બરના રોજ દ્વિપક્ષીય બેઠક કરશે રાષ્ટ્રપતિ બાઇડન, વ્હાઇટ હાઉસે આપી જાણકારી


RPF એ જાહેર કર્યું છે એલર્ટ
આ સંદિગ્ધ આતંકવાદીઓના નિશાન પર ખાસકરીને રેલવે સ્ટેશન અને ટ્રેક બતાવવામાં આવી રહ્યા છે. તેના લીધે રેલવે પોલીસ જિલ્લાના એસપી પાસેથી પોતાના સ્તર પર વિશેષ દેખરેખમાં સુરક્ષાની વ્યવસ્થા માટે અધિકારીઓ અને પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પણ અનુરોધ કરવામાં આવ્યો છે. આતંકવાદીના બદ ઇરાદાને લઇને આપવામાં આવેલી હિદાયત પછી આ જિલ્લાઓમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. મહત્વપૂર્ણ પુલ-પુલિયા, રેલવે ટ્રેક અને રેલવે સ્ટેશનો પર વધારાની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભીડભાડાવાળા વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દીધું છે અને સતત દેખરેખની વ્યવસ્થા કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ તેના માટે એસપી સ્તર પરથી આદેશ પણ જાહેર કરવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube