નવી દિલ્હી : ભારત અને નેપાળની વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે નેપાળે ફાયરિંગની ઘટના સામે આવી છે. ભારત-નેપાળ સીમા પર એકવાર ફરીથીનેપાળ તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘટનામાં એક ભારતીય યુવક પણ ઘાયલ થઇ ચુક્યા છે. જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘાયલ યુવકની હાલત ગંભીર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિકાસ દુબે મામલે UP પોલીસનો મોટો ખુલાસો, ગેંગસ્ટરના કોલ રિકોર્ડથી ખુલ્યું આ રહસ્ય

ઘટના બિહારમાં કિશનગંજ જિલ્લાનાં ટેઢાગાછના ફતેહપુર ખાતે ભારત - નેપાળ સીમા પર થઇ. જ્યાં શનિવારે રાત્રે નેપાળ પોલીસે ત્રણ ભારતીય નાગરિકો પર ફાયરિંગ કર્યું. જેમાં એક યુવક ઘાયલ થઇ ગયો. ઘાયલ યુવકને તત્કાલ સારવાર માટે પ્રાથમિક સ્વાસ્થય કેન્દ્ર લઇ જવામાં આવ્યો. ત્યાર બાદ તેને બીજી સારવાર માટે રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. 


20 વર્ષથી હકની લડાઇ લડી રહેલી વિધવાને આખરે મળ્યો ન્યાય, જાણો શું છે સમગ્ર વિવાદ

ઘાયલ યુવકની સ્થિતી ગંભીર હોવાનું પુર્ણિયામાં કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક ગ્રામીણોએ જણાવ્યું કે, ઘાયલ યુવક જિતેન્દ્રકુમાર સિંહ (25) અને તેના બે સાથી અંકિત કુમાર સિંહ અને ગુલશન કુમાર સિંહ લગભઘ સાડા 7 વાગ્યે પોતાનાં ઢોર ભારત નેપાળ સીમા પર આવેલા માફી ટોલા અને મલ્લાહ ટોલા ગયો હતો. 


Coronavirus મુદ્દે ચોંકાવનારો ખુલાસો, ચોમાસામાં ઝડપથી વધી શકે છે Covid 19 ના કેસ

ઘાયલ યુવકની સ્થિતી ગંભીર હોવાનું જણાવાઇ રહ્યું છે. યુવકની સારવાર પુર્ણિયામાં કહેવામાં આવી રહ્યું છે. સ્થાનિક ગ્રામીણોએ જણાવ્યું કે, ઘાયલ યુવક જિતેન્દ્ર કુમાર સિંહ અને તેના બે સાથી અંકિત કુમાર સિંહ અને ગુલશન કુમાર સિંહ સાડા સાત વાગ્યે પોતાનાં ઢોર શોધા માટે ભારત - નેપાળ સીમા ખાતે માફી ટોલા અને મલ્લાહ ટોલા ગયા હતા. ગ્રામીણોના અનુસાર ગામની બહાર ખેતરમાં જવાથી ત્યાં નેપાળ સીમા પર રહેલ નેપાળ પોલીસે આ યુવકો પર તાબડતોબ ફાયરિંગ કર્યું.  જેમાં જીતેન્દ્રસિંહને ગોળી લાગી છે. નેપાળ તરપથી ફાયરિંગની આ ઘટનામાં ઘાયલ યુવક જિતેન્દ્ર કુમાર સિંહને તેનાં બંન્ને સાથીઓ અને સ્થાનિક ગ્રામીણો ઘરે પહોંચ્યા. આ ઘટનાની માહિતી સ્થાનિક પોલીસ અને 12 બટાલિયનનાં એસએસબી ફતેહપુરાને આપવામાં આવી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube