પટના : આજે સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર મુદ્દે સુનવણી થવાની છે. બીજી તરફ પોતાનાં નિવેદન મુદ્દે હંમેશા સમાચારોમાં રહેતા ભારતીય જનાત પાર્ટીનાં ફાયરબ્રાંડ નેતા ગિરિરાજ સિંહે એકવાર ફરીથી વિવાદીત ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું કે, રામ મંદિર તો છોડો રામનું નામ લેવું પણ મુશ્કેલ થઇ જશે. તેમણે લોકોને પોતાની જાતને અને દેશને સંભાળવા માટેની સલાહ આપી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી સરકારમાં મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, એક બાબર આવવાથી 100 કરોડ હિંદુઓને હિન્દુસ્તાનમાં રામ મંદિર માટે દર-દર ભટકવું પડી રહ્યું છે. કાલે વસ્તી વધારો થવાનાં કારણે રામ મંદિર તો છોડો, રામનું નામ લેવું પણ મુશ્કેલ થઇ જશે.
ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો મુદ્દો ગરમાતો જઇ રહ્યો છે. તેમ તેમ અયોધ્યાના રામ મંદિરનો મુદ્દો ગરમાઇ રહ્યો છે. ગિરિરાજ સિંહ અગાઉ પણ અનેક પ્રસંગે રામ મંદિરના મુદ્દે નિવેદનો આપી ચુક્યા છે. અગાઉ તેમણે કહ્યું હતું કે, હવે હિંદુઓનાં સબરનો બંધ તુટી રહ્યો છે, મને ભય છે કે તેનું પરિણામ શું આવશે. 



ગિરિરાજ સિંહે કહ્યું હતું કે, દેશનું દુર્ભાગ્ય છે કે હિંદુઓને પરેશાન થવું પડી રહ્યું છે. આઝાદી બાદ હિન્દુ- મુસ્લિમનાં નામે દેશની વહેંચણી થઇ. તે સમયે જો કોંગ્રેસ હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર પ્રભુ શ્રી રામનું મંદિર બનાવી દીધું હોત તો આજે આ દુર્દશા ન થઇ હોત. જવાહર લાલ નેહરૂએ મત માટે તેને વિવાદિત બનાવી દીધું. હજી પણ કોંગ્રેસ તેને વિવાદિત બનાવી રાખવા માંગે છે. 

ગિરિરાજ સિંહે કહ્યું કે, સીનિયર કોંગ્રેસી લીડર કપિલ સિબ્બલ પર પણ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ નેતાઓ નથી ઇચ્છતા કે હાલ નિર્ણય આવે, ચૂંટણી છે. એટલે કે કોંગ્રેસ ઇચ્છે છે કે મંદિર ન બને, વિવાદ જળવાઇ રહે. કોંગ્રેસ મત મેળવતી રહે, પરંતુ 125 કરોડ હિંદુ હવે રાહ જોવા માટે તૈયાર નથી. હવે સબરની સીમા તુટી રહી છે. જો સીમા તુટી ગઇ તો કંઇ પણ થઇ શકે છે. તેમણે કહ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિર બનવું જોઇએ. હવે રાહ નહી જોવાય.