પટનાઃ બિહારમાં ડેપ્યુટી સીએમની રેસમાંથી સુશીલ મોદીનું નામ લગભગ બહાર થઈ ગયુ છે. તેમનું ટ્વીટ પણ તે તરફ ઈશારો કરી રહ્યું છે. સૂત્રો પ્રમાણે બિહારમાં આ વખતે એક નહીં પરંતુ બે-બે ડેપ્યુટી સીએમ હોઈ શકે છે. બંન્ને ભાજપમાંથી હશે જે બિહાર એનડીએમાં સૌથી મોટી પાર્ટી છે. તારકિશોર પ્રસાદ અને રેણુ દેવીના નામની ચર્ચા પણ ચાલી રહી છે. પ્રસાદને ભાજપ વિધાનમંડળ દળના નેતા ચૂંટવામાં આવ્યા છે જ્યારે રેણુ દેવીને ઉપનેતા. માનવામાં આવી રહ્યું છે કે ભાજપ બિહારમાં યુવા નેતાઓને આગળ વધારવા માટે આ પગલું ભરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તારકિશોર પ્રસાદ અને રેણુ દેવીનું નામ ચર્ચામાં
આ પહેલા સુશીલ કુમાર મોદીએ ટ્વીટ કરી તારકિશોર પ્રસાદને ભાજપ વિધાનમંડળ દળના નેતા અને રેણુ દેવીને ઉપ નેતા ચૂંટાવા પર ટ્વીટ કરીને શુભેચ્છા આપી. તેમણે એક અન્ય ટ્વીટમાં લખ્યુ કે, તેમને જે જવાબદારી મળશે, તેનું તે નિર્વહન કરશે. પરંતુ તેમના ટ્વીટમાં એક દુખ પણ જોવા મળી રહ્યું છે જ્યારે તેમણે લખ્યુ કે કાર્યકર્તાનું પદ કોઈ છીનવી શકે નહીં. 


બિહારઃ ડેપ્યુટી CM પર ફસાયો મામલો! રાજનાથ સિંહ, નીતીશ કુમારે ટાળ્યો સવાલ


સુશીલ મોદીનું ટ્વીટ- કાર્યકર્તાનું પદ કોઈ ન છીનવી શકે
બિહારની નવી સરકારમાં નાયબ મુખ્યમંત્રી કોણ હશે, તેના પર સસ્પેન્સ છે. આ વચ્ચે સુશીલ મોદીએ એક ટ્વીટ કર્યુ છે. તેમાં તેમણે લખ્યુ- 'ભાજપ અને સંઘ પરિવારે મને 40 વર્ષના રાજકીય જીવનમાં એટલું લગભગ બીજા નેતાને મળ્યું હશે. આગળ જે પણ જવાબદારી મળશે તે નિભાવીશ. કાર્યકર્તાનું પદ કોઈ છીનવી શકે નહીં.'


નીતીશ કુમાર 7મી વાર બનશે સીએમ
નીતીશ કુમાર સોમવારે સાંજે 4 કલાકની આસપાસ 7મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના છે. રવિવારે તેમને એનડીએના ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા ત્યારબાદ બપોરે આશરે 2 કલાકે તેમણે રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. બિહાર ચૂંટણીમાં એનડીએને 243માંથી 125 સીટો પર જીત મળી છે. જેડીયૂને 43 અને ભાજપને 74 સીટ મળી છે. એનડીએના બાકી બે સહયોગીઓ હમ અને વીઆઈપીને 4-4 સીટ મળી છે. આરજેડી 75 સીટ જીતીને સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube