સિવાન : બિહારમાં ફરી એકવાર મોલ લિચિંગનો કિસ્સો સામે આવ્યો છે. નાલંદામાં શનિવારે ટોળાએ માર મારીને એક વ્યક્તિની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે હવે સિવાનમાં  લુંટારાઓને ટોળાએ એટલો બધો માર માર્યો કે 2 પૈકી એકનું મોત નિપજ્યું હતું. બિહારમાં સતત આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં બેકાબુ ટોળું કાયદો હાથમાં લઇને તાલિબાની સજા આપતું જોવા મળે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિવાન મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારનાં શ્યામપુર  બજારમાં બાઇક પર સવાલ છ ગુનાખોરો હથિયારો સાથે એક સોના ચાંદીની દુકાનમાં લૂંટફાટ કરવા માટે ઘૂસ્યા હતા. ગુનાખોરોએ દુકાનદાર અજયકુમાર પર ફાયરિંગ કર્યું અને તેને ઘાયલ કરી દીધો હતો જો કે ઘટના બાદ સ્થાનિક લોકો બે ગુનાખોરને પકડવામાં સફળ રહ્યા હતા. ચાર ગુનાખોરો ફરાર થવામાં સફળ રહ્યા હતા. જો કે બે ગુનેગારો જે સ્થાનીક લોકોએ ઝડપી લીધા હતા તેને ટોળાએ ઢોર માર માર્યો હતો. જેના કારણે એકનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. 

જો કે તેના કરતા પણ વધારે ચોંકાવનારી બાબત એ બની કે એક વ્યક્તિ જ્યારે આ ટોળાને સમજાવવા માટે સામે આવ્યો તો ટોળામાં રહેલા લોકોએ તેને પણ ચોરનો મિત્ર સમજીને માર મારવાનું ચાલુ કરી દીધું હતું. પોલીસને માહિતી મળ્યા બાદ ઘટના સ્થળ પર પહોંચીને તે વ્યક્તિને બચાવી લીધો હતો. તેને ઘાયલ અવસ્થામાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે બીજા ગુનાખોરની હાલત હજી પણ નાજુક છે. 

સોનાની દુકાનમાંથી લાખોના આભૂષણ લઇને અન્ય 4 આરોપીઓ ભાગવાાં સફળ રહ્યા હતા. પોલીસ હવે આ મુદ્દે તપાસ કરી રહી છે. જો કે અત્યાર સુધી પોલીસે નથી જણાવ્યું કે, અત્યાર સુધી અહીં શું કાર્યવાહી થઇ છે. જો કે પોલીસ માટે એક મોટો પડકાર છે. જ્યારે ગુનાખોરો દ્વારા લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે.