બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં મંગળવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી. અહીં બાગમતી નદીમાં એક બોટ પલટી જવાથી અનેક બાળકો ગૂમ હોવાનું કહેવાય છે. એવું કહેવાઈ રહ્યું છે કે આ બોટમાં 33 બાળકો હતા જે દુર્ઘટના સમયે શાળાએ જઈ રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ મુજબ મુઝફ્ફરપુરના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારી અજયકુમારે જણાવ્યું કે 10 લોકો ગૂમ હોવાની સૂચના મળી છે. અત્યાર સુધીમાં 15-20 લોકોને બચાવવામાં આવ્યા છે. સર્ચ અભિયાન ચાલુ છે. 



આ પહેલા મુખ્યમંત્રી નીતિશકુમારે મીડિયાને કહ્યું કે જિલ્લા મેજિસ્ટ્રેટ સહિત વરિષ્ઠ અધિકારીઓને દુર્ઘટનાસ્થળે જવાના નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે બચાવ અભિયાન ચાલુ છે. મે સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટને આ મામલે તત્કાળ જોવાનું કહ્યું છે. રાજ્ય સરકાર પ્રભાવિત પરિવારોને તમામ મદદ પ્રદાન કરશે. 



મુઝફ્ફરનગરના ડીએમએ કહ્યું કે આ ઘટના આજે સવારે 10.30 થી 11 વાગ્યાની વચ્ચે ઘટી. તેમણે કહ્યું કે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો દુર્ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.