જો આ સમય દરમિયાન કોચિંગ ક્લાસ ચાલુ જણાશે તો આવી બન્યું સમજો....સરકારે લીધો મોટો નિર્ણય
કે કે પાઠકે જિલ્લા પદાધિકારીઓને લખેલા પત્રમાં કહ્યું છે કે તમામ કોચિંગ સેન્ટર્સની કક્ષાઓનો સમય એ જ હોય છે જે આપણી શાળાઓનો છે. આપણી શાળાઓ સવારે 9 વાગ્યાથી ખુલીને સાંજે 4 વાગ્યા સુધી ચાલે છે પરંતુ તે સમયગાળામાં કોચિંગ સેન્ટર્સ પણ ચાલતા રહે છે. આથી વિદ્યાર્થીઓ કોચિંગ સેન્ટર્સમાં જાય છે અને શાળામાં હાજરી ઓછી થઈ જાય છે. તેમણે વધુમાં લખ્યું કે એવી જાણકારી મળી છે કે કોચિંગ સેન્ટર્સમાં સરકારી શિક્ષક પણ શાળાના સમય દરમિયાન જ જઈને ભણાવે છે.
Bihar Coaching Centers: બિહાર સરકારના શિક્ષણ વિભાગે મનમાની રીતે ચાલતા કોચિંગ સેન્ટર્સ પર નકેલ કસવા માંડી છે. એક પછી એક આદેશ છૂટવા માંડ્યા છે. બિહારના શિક્ષણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી કે કે પાઠકે કોચિંગ સંસ્થાઓ અંગે તમામ જિલ્લા પદાધિકારીઓને પત્ર લખ્યો છે અને સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી કોચિંગ ક્લાસિસ પર રોક લગાવવામાં આવી છે.
કે કે પાઠકે જિલ્લા પદાધિકારીઓને લખેલા પત્રમાં કહ્યું છે કે તમામ કોચિંગ સેન્ટર્સની કક્ષાઓનો સમય એ જ હોય છે જે આપણી શાળાઓનો છે. આપણી શાળાઓ સવારે 9 વાગ્યાથી ખુલીને સાંજે 4 વાગ્યા સુધી ચાલે છે પરંતુ તે સમયગાળામાં કોચિંગ સેન્ટર્સ પણ ચાલતા રહે છે. આથી વિદ્યાર્થીઓ કોચિંગ સેન્ટર્સમાં જાય છે અને શાળામાં હાજરી ઓછી થઈ જાય છે. તેમણે વધુમાં લખ્યું કે એવી જાણકારી મળી છે કે કોચિંગ સેન્ટર્સમાં સરકારી શિક્ષક પણ શાળાના સમય દરમિયાન જ જઈને ભણાવે છે.
કોચિંગ સેન્ટર્સ પર કાર્યવાહીના નિર્દેશ
શિક્ષણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરીએ પત્રમાં કહ્યું કે રાજ્યમાં બિહાર કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ એક્ટ 2020 પહેલેથી લાગૂ છે પરંતુ આ અધિનિયમ હેઠળ ક્યારેય કોઈ નક્કર પગલું લેવાયું નથી. તેમણે જિલ્લા પદાધિકારીઓને કહ્યું કે, આ બધી ચીજોને લઈને અનુરોધ છે કે તમે તમારા જિલ્લાના કોચિંગ સંસ્થાઓની ગતિવિધિઓ પર નિયંત્રણ કરો. જ્યાં સુધી આ નિયમનું પાલન ન થાય ત્યાં સુધી તમને અપીલ કરવામાં આવે છે કે તમે કોચિંગ સંસ્થાઓ પર તબક્કાવાર કાર્યવાહી શરૂ કરી દો.
કે કે પાઠક દ્વારા પત્રમાં ત્રણ તબક્કામાં કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું છે. તેમણે લખ્યું કે પહેલા તબક્કામાં 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધી અભિયાન તરીકે તમારા જિલ્લાના તમામ કોચિંગ સંસ્થાનો પછી ભલે તે કોઈ પણ કક્ષા કે સ્પર્ધાત્મક પરીક્ષાના હોય તેની યાદી બનાવો. બીજા તબક્કામાં 8 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી આ કોચિંગ સંસ્થાનોના સંચાલકોની બેઠક પોતાના સ્તરે બોલાવો અને તેમને જણાવો કે તેઓ પોતાના કોચિંગ સંસ્થાનોને શાળાના સમય એટલે કે સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા વચ્ચે ન ચલાવે. શાળાના સમય પહેલા કે પછી પોતાના ક્લાસ ચલાવવા માટે સંપૂર્ણ રીતે સ્વતંત્ર રહેશે. તેઓ પોતાની ટિટિંગ ફેકલ્ટીમાં કોઈ એવી વ્યક્તિને ન રાખે જે પોતે અન્ય સરકારી કે બિનસરકારી શાળાના અધ્યાપક કે કર્મી છે.
તેમણે વધુમાં કહ્યું કે ત્રીજા તબકકામાં 16 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી પોતાના અધિકારીઓને પ્રતિનિધિયુક્ત કરતા આ તમામ કોચિંગ સંસ્થાનોનું સઘન નિરિક્ષણ કરાવો અને જો સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં કોચિંગ ક્લાસ ચાલુ જણાય તો લેખિત ચેતવણી આપવામાં આવે અને ચેતવવામાં આવે કે તેઓ પોતાના સમયમાં ફેરફાર કરે. 31 ઓગસ્ટ બાદ જો કોઈ કોચિંગ સંસ્થાઓ આ વાત ન માનતા જણાય અને ગતિવિધિઓમાં સુધાર ન લાવે તો તેમના માટે નિયમ મુજબ કાર્યવાહી કરવા માટે વિભાગ જલદી વિસ્તૃત દિશાનિર્દેશ બહાર પાડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube