પટના: ચાર દિવસથી સતત ભારે વરસાદ બાદ લગભગ સમગ્ર બિહાર અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. છેલ્લા 48 કલાકથી વરસાદે વિરામ લીદો છે. પરંતુ પાણી ભરાઇ જવાથી લોકો ભારે હાંલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે અને આજે ફરી એકવાર બિહારમાં ભારે વરસાદ પડી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગે પટના સહિત મધ્ય બિહારના જિલ્લામાં ભારે વરસાદના કારણે એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે ગુરુવાર અને શુક્રવાર દક્ષિણ-પશ્ચિમ બિહારના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંપૂર્ણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


આ પણ વાંચો:- VIDEO : પૂર પીડિતોના ખબર પુછવા પહોંચ્યા હતા સાંસદ રામકૃપાલ યાદવ, હોડી પલટી


હવામાન વિભાગે આગાહી કરી છે કે, આ વિસ્તારોમાં મધ્યમ અને સામાન્ય વરસાદ થઇ શકે છે તો કેટલીક જગ્યાએ ભારે વરસાદ થવાનું જણાવતા એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે સરકારને તેની જાણકારી આપી છે. તમને જણાવી દઇએ કે, પટનામાં ભારે વરસાદ બાદ પાણી ભરાઇ જવાની સમસ્યા ઉભી થઇ છે. વરસાદના કારણે અત્યાર સુધીમાં રાજ્યમાં 42 લોકોના મોત થયા છે.


વરસાદે વિરામ લીધાને એક દિવસ બાદ પણ પટનામાં રાજન્દ્ર નગર, કંકડબાગ, ભૂતનાથ રોડ, કાંટી ફેકટરી રોડ, મલાહી પકડીમાં વધારે પાણી ભરાઇ ગયા છે. દાનાપુર અને ગોલા રોડમાં લોકો પાણીના કારણે ઘરોમાં કેદ થઇ ગયા છે.


આ પણ વાંચો:- દેશ પછી હવે મહારાષ્ટ્રમાં પણ શિવસેનાએ ભાજપને સ્વીકાર્યો પોતાનો 'મોટો ભાઈ'


ત્યારે કટિહારમાં મહેશપુર કોસી ડેમ તૂટી ગયો છે. કોસી નદીના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે ડેમ તૂટી ગયો છે. જેના કારણે 7 હજાર લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદના કારણે લગભગ બે ડર્ઝન જિલ્લા પ્રભાવિત થયા છે. શિવહર, સિતામઢી, મુઝફ્ફરપુર, પૂર્વ ચંપારણ, પશ્ચિમ ચંપારણ, દરભંગા, મધુબની, સમસ્તીપુર, બેગૂસરાય, ખગડિયા, મુંગેર, ભાગલપુર, કટિહાર, પૂર્ણિયા, અરરિયા, કિશનગંજ, સુપૌલ, મેધપુરા, વૈશાલી, સારણ અને ગોપલગંજમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે.


આ પણ વાંચો:- જમ્મુમાં પંચાયતની ચૂંટણી પહેલા નજરકેદ રાખવામાં આવેલા તમામ નેતાઓને કરાયા મુક્ત


વરસાદના કરાણે સૌથી વધુ મુશ્કેલી ખાસકરીને પટનાવાસીઓને થઇ છે. એનડીઆરએફની ટીમ મોટર બોટ દ્વારા લોકોનું રેસ્યૂક કરવામાં આવી રહ્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીને પણ બચાવી લેવામાં આવ્યા હતા. આ દરમિયાન ભાજપના ગિરિરાજ સિંહ સહિતના ઘણા નેતાઓએ પણ સીએમ નીતિશ કુમારનું નામ લીધા વિના કટાક્ષ કર્યો છે.


આ પણ વાંચો:- ગાંધી જયંતીઃ આજે પણ કાનમાં ગુંજે છે ગાંધીજી પર લખાયેલા આ ગીત


આ વરસાદથી બિહારમાં 95 બ્લોક, 464 પંચાયત, 758 ગામ, 16,56,607 વસ્તીને અસર થઇ છે. અસરગ્રસ્ત લોકો માટે 17 રાહત શિબિરો, 226 સમુદાયના રસોડાં ગોઠવવામાં આવ્યા છે. 35 બોટ 18 એનડીઆરએફ-એસડીઆરએફ ટીમો બચાવ કાર્ય માટે ગોઠવવામાં આવી છે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...