ગાંધી જયંતીઃ આજે પણ કાનમાં ગુંજે છે ગાંધીજી પર લખાયેલા આ ગીત

ગાંધીજી ઉપર ભારતની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક ફિલ્મો અને ગીતો બન્યા છે. ગાંધીજીના પ્રખ્યાત ભજન 'વૈષ્ણવ જન..'થી માંડીને અનેક ગીતકારોએ ગાંધીજીની પ્રશંસામાં ગીતો લખ્યા છે અને આ ગીતો આજે પણ લોકોને યાદ છે.   

Updated By: Oct 2, 2019, 04:11 PM IST
ગાંધી જયંતીઃ આજે પણ કાનમાં ગુંજે છે ગાંધીજી પર લખાયેલા આ ગીત

નવી દિલ્હીઃ ભારત દેશ આજે ગાંધીજીની 150મી જન્મજયંતી ઉજવીરહ્યો છે. ભારતને આઝાદી અપાવનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું નામ આવતાંની સાથે જ દેશનો દરેક નાગરિક નતમસ્તક થઈ જાય છે. સાદગી અને અહિંસાના તેમના સંદેશને આજે પણ આખી દુનિયા સ્વિકારે છે. ગાંધીજી ઉપર ભારતની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક ફિલ્મો અને ગીતો બન્યા છે. ગાંધીજીના પ્રખ્યાત ભજન 'વૈષ્ણવ જન..'થી માંડીને અનેક ગીતકારોએ ગાંધીજીની પ્રશંસામાં ગીતો લખ્યા છે અને આ ગીતો આજે પણ લોકોને યાદ છે. 

ગાંધીજી પર લખવામાં આવેલા આવા જ કેટલાક ગીતો પર નજર દોડાવીએ. 

બંદે મેં થા દમ.... ફિલ્મ-લગે રહો મુન્નાભાઈ

આ ગીત સોનુ નિગમ, શ્રેયા ઘોષાલ અને પ્રણબ વિશ્વાસે ગાયું છે. ફિલ્મ 'લગે રહો મુન્નાભાઈ'માં ગાંધીજીના સિદ્ધાંતોનું ખુબ જ સુંદર રીતે નિરુપણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 2006માં રિલીઝ થઈ હતી. જેમાં સંજય દત્ત, અરશદ વારસી અને વિદ્યા બાલન મુખ્ય ભૂમિકામાં હતા. 

સાબરમતી કે સંત.... 

આ ગીત કવિ પ્રદીપ દ્વારા લખવામાં આવ્યું છે અને ફિલ્મ 1954માં આવેલી એક ફિલ્મમાં તેને રિલીઝ કરાયું હતું. આશા ભોંસલેના અવાજે આ ગીતમાં પ્રાણ ફૂંક્યા હતા. 

ગુણ ધામ હમારે ગાંધીજી....

બોલિવૂજના પ્રખ્યાત સંગીતકાર સચિન દેવ બર્મને આ ગીતની ધૂન બનાવી હતી. 

બાપુ કી અમર કહાની....

બોલિવૂડના પ્રખ્યાત ગાયક મોહમ્મદ રફીએ ગાયેલા આ ગીતમાં મહાત્મા ગાંધીના જીવનનું સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે. 

રઘુપતિ રાઘવ રાજા રામ.....

ગાંધીજીના પ્રખ્યાત ભજનને ફિલ્મ 'સત્યાગ્રહ'માં નવેસરથી સંગીતે મઢીને રજુ કરવામાં આવ્યું હતું. 

જુઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....