પટણા: બિહાર (Bihar) ની રાજધાની પટણાના કંકડબાગ સ્થિત એક પ્રાઈવેટ હોસ્પિટલે (Private Hospital) કોરોનાના દર્દીના પરિજનોને સારવારના નામ પર 6.43 લાખનું બિલ હાથમાં પકડાવી દીધુ. બિલ જોતા જ પરિજનોના હોશ ઉડી ગયાં. તેમણે આ અંગે જિલ્લા પ્રશાસનને ફરિયાદ કરી. તપાસમાં ફરિયાદ યોગ્ય સાબિત થતા પટણાના જિલ્લાધિકારી કુમાર રવિએ હોસ્પિટલને સીલ કરવાના આદેશ આપ્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પટણા (Patna) ડીએમ કુમાર રવિના આદેશ પર પટણાની કંકડબાગ સ્થિત જેડીએમ હોસ્પિટલના એમડી સહિત પાંચ લોકો પર ફ્રોડ, અપરાધિક ષડયંત્ર, અપરાધિક વિશ્વાસઘાત અને મહામારી રોગ અધિનિયમની જોગવાઈઓ હેઠળ કંકડબાગ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ થઈ છે. આ કેસની તપાસ બાદ પ્રશાસને હોસ્પિટલને સીલ કરવાનો આદેશ આપ્યો છે. 


પરિવાર જે શાલિનીને શોધતો હતો તે Facebook પર 'ફિઝા ફાતિમા' બનીને મળી, જાણો ચોંકાવનારો કિસ્સો


રાજ્ય સરકારની ફેક્ટ ફાઈન્ડિંગ ટીમને તપાસમાં જાણવા મળ્યું છે કે હોસ્પિટલે પોતાના ત્યાં દાખલ 48 વર્ષના કોરોના દર્દીના પરિજનોને હાથથી લખેલું બિલ પકડાવ્યું હતું. હોસ્પિટલે પોતાના પરિસરમાં ક્યાંય કોરોનાની સારવારનો ચાર્જ ચાર્ટ લગાવ્યો નથી. પટણાના જિલ્લા કાર્યક્રમ અધિકારી મનોજકુમારે જણાવ્યું છે કે અમે જોયું કે હોસ્પિટલ પોતાના વેન્ટિલેટર, આઈસીયુ, રૂમને પણ દેખાડતી નથી  અને ન તો અહીં દાખલ થયેલા દર્દીઓનું કોઈ રજિસ્ટર બનાવ્યું છે. કોઈ પણ એન્ટ્રી, અને કોઈ પણ દર્દીને રસીદ વગર જ રજા આપી દેવાય છે. 30 જુલાઈના રોજ દાખલ થયેલા દર્દી પાસેથી 6.34 લાખ રૂપિયા કેવી રીતે વસૂલાયા તે અંગે પણ અમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. 


દર્દીના એક સંબંધીએ જણાવ્યું કે હોસ્પિટલે અમને આઈસીયુ, કે વેન્ટિલેટરના ચાર્જ અંગે જણાવ્યું નહીં અને પ્રતિ દિન 5000 રૂપિયા વીમાની કિંમત તરીકે માંગ્યા. અમે તેમને 2.44 લાખ આપ્યા તો હોસ્પિટલે અમને એક હાથેથી લખેલું બિલ આપી દીધુ અને સમગ્ર બિલ ન ચૂકવવા પર અમને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી. 


મહારાષ્ટ્ર: ઉદ્ધવ સરકારે બનાવ્યો વીજ બિલ માફીનો ફોર્મ્યુલા, એક કરોડ ગ્રાહકોને મળશે લાભ


જો કે જેડીએમ હોસ્પિટલના મેનેજિંગ ડાઈરેક્ટર રાજૂકુમાર સિંહે તેમને કોઈ પણ લેખિત બિલ આપ્યું હોવાનો ઈન્કાર કર્યો. તેમણે કહ્યું કે અમે 4,26,300 રૂપિયાનું બિલ તૈયાર કર્યું છે. જેમાં 2,44,000 રૂપિયાની તેમણે ચૂકવણી કરી છે. અમારું બિલ સ્પષ્ટપણે કહે છે કે આઈસીયુ ચાર્જ પ્રતિદિન 17,000 રૂપિયા છે અને વેન્ટિલેટર ચાર્જ 22,000 રૂપિયા પ્રતિ દિન છે. આ કિંમતોમાં કેટલીક સંયુક્ત સુવિધાઓ પણ સામેલ છે. તેમણે જણાવ્યું કે સિંહ ડાયાબિટિસના દર્દી હતાં અને છ દિવસથી આઈસીયુમાં હતાં અને 3 દિવસ વેન્ટિલેટર પર હતાં. 


પર્યુષણ: 22 અને 23મીએ મુંબઈના આ 3 વિસ્તારમાં Jain Mandir ખુલ્લા રહેશે, પણ આ શરતે 


નોંધનીય છે કે પટણાના જિલ્લાધિકારીએ તમામ પ્રાઈવેટ હોસ્પિટલને યોગ્ય ચાર્જ લેવાનો, ખર્ચના વિવરણની સ્પષ્ટ રીતે રજુઆત કરવાનો, પાક્કુ બિલ આપવાના નિર્દેશ આપેલા છે. જેથી કરીને દર્દીઓને કોઈ મુશ્કેલી ન થાય. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube