લાલૂના પુત્ર તેજ પ્રતાપે પૂછ્યું- 2020માં કોનો વધ થશે? લોકોએ આપ્યો જવાબ...
આ વર્ષના અંતમાં થનાર બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં નેતાઓ વચ્ચે એકબીજા વિરૂદ્ધ શાબ્દીક જંગ થઇ ગઇ છે. આ સંદર્ભમાં આરજેડી નેતા લાલૂ પ્રસાદના પુત્ર તેજ પ્રતાપ યાદવે એવું નિવેદન આપ્યું છે જેના લીધે જેડીયૂ અને આરજેડી વચ્ચે શાબ્દીક જંગ ફાઇનલ છે.
વૈશાલી: આ વર્ષના અંતમાં થનાર બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં નેતાઓ વચ્ચે એકબીજા વિરૂદ્ધ શાબ્દીક જંગ થઇ ગઇ છે. આ સંદર્ભમાં આરજેડી નેતા લાલૂ પ્રસાદના પુત્ર તેજ પ્રતાપ યાદવે એવું નિવેદન આપ્યું છે જેના લીધે જેડીયૂ અને આરજેડી વચ્ચે શાબ્દીક જંગ ફાઇનલ છે. તેમણે અહીં એક જનસભાને સંબોધિત કરતાં કહ્યું કે 2020માં કોનો વધ થશે? તેના પર લોકો તરફથી જવાબ આવ્યો-નીતીશનો. તેજ પ્રતાપે કહ્યું કે અમારે બોલાવાની જરૂર નથી. આ આપણે સારી રીતે જાણીએ છીએ. આ સાથે જ તેમણે નીતીશ સરકાર પર હુમલો કરતાં કહ્યું કે બિહારની સ્થિતિ મુશ્કેલી ભરી છે.
ઉલ્લેખનીય છે કે બિહાર ચૂંટણીને ધ્યાનમાં રાખતાં તેજ પ્રતાપના ભાઇ તેજસ્વી યાદવનું એક નિવેદન પણ ચર્ચામાં છે. તેજસ્વી યાદવે કહ્યું કે હિંદુ સમાજને સારો બનાવવો છે તો આપણે જાતિ વ્યવસ્થાથી ઉપર ઉઠવું પડશે. તેજસ્વી યાદવનું આ નિવેદન વિરોધીઓને પસંદ આવ્યું નથી. રૂલિંગ પાર્ટીના નેતાઓએ તેજસ્વીના નિવેદનને તેમના જ પિતાના નિવેદન દ્વારા કાપવાનો પ્રયત્ન કર્યો છે.
કભી માય સમીકરણ દ્વારા બિહારની સત્તા પર રાજ કરનાર આરજેડીમાં હવે નવી વિચારધારાનો સંચારનો સંચાર થવા લાગ્યો છે. પાર્ટીના નેતા તેજસ્વી યાદવ હવે તે જાતિ વ્યવસ્થાને ખત કરવાની વકીલાત કરી રહ્યા છે જેને તેમના પિતા લાલૂ પ્રસાદે પોતાનું હથિયાર બનાવ્યું હતું. જોકે તેજસ્વી યાદવે હિંદુ સમાજને સારો બનાવવા માટે જાતિ વ્યવસ્થાને ખતમ કરવાની વાત કહી છે. પરંતુ રૂલિંગ પાર્ટીના નેતાઓએ તેજસ્વીને તેમના આ નિવેદન જોરદાર ટીકા કરી છે.
ભાજપના પ્રવક્તા નિખિલ આનંદે તેજસ્વી યાદવને વર્ષ 2015ની વિધાનસભા ચૂંટણી યાદ અપાવી છે. નિખિલ આનંદે કહ્યું કે તેજસ્વીને તે દિવસ યાદ કરવો જોઇએ જ્યારે તેમના પિતા લાલૂ પ્રસાદે ગત વિધાનસભા ચૂંટણીને ઉંચ-નીચની લડાઇ ગણાવી હતી. આરજેડી હંમેશા ધાર્મિક તુષ્ટિકરણ અને જાતિવાદની પોષક રહી છે. જાતિવિહિન અને રાષ્ટ્રવાદની રાજનિતિ જો કોઇ કરે છે તો તે ભાજપ પાર્ટી છે.
તો બીજી તરફ જેડીયૂ પ્રવક્તા રાજીવ રંજને પણ તેજસ્વી યાદવના નિવેદન પર હુમલો કર્યો છે. રાજીવ રંજને કહ્યું કે આરજેડી ક્યારેય જાતિ વ્યવસ્થા અને પરિવારવાદથી ઉપર ઉઠી શકી નથી. ગત લોકસભા ચૂંટણીના પરિણામોએ બતાવી દીધું કે હવે તેમની જાતિ પણ તેમનો સાથ છોડી રહી છે. સારી વાતો દ્વારા કોઇ જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન ન કરી શકે.
તો બીજી તરફ કોંગ્રેસે તેજસ્વી યાદવના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. પાર્ટીના પ્રવક્તા રાજેશ રાઠોડે કહ્યું કે આખો દેશ હવે જાતિ ધર્મ વર્ણ લિંગ ભેદભાવ વ્યવસ્થાથી ઉપર ઉઠવું જોઇએ. મોહન ભાગવે પણ તેમની વકીલાત કરી છે. એવામાં તેજસ્વી યાદવે પણ બિલકુલ સાચું કહ્યું છે.
કુલ મળીને એમ કહી શકાય કે આરજેડી પોતાની ઉપર લાગેલા જૂના આરોપોને ચૂંટણી પહેલાં ધોવા માંગે છે. તેથી તેજસ્વી યાદવ લાલૂ પ્રસાદની વિચારધારાથી અલગ પાર્ટીની અલગ લાઇન નક્કી કરવામાં લાગ્યા છે. જેથી ચૂંટણીમાં આરજેડીને બધાનો સાથ મળી શકે અને સત્તા આરજેડીના હાથમાં આવી શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube