હાઈ લા! બીયર ન મળી તો ભડકી ગયો 2.5 કરોડનો પાડો `રાજા`, માલિક બોલ્યો- હવે તેનો મૂડ ખરાબ છે
બિહારના વિશ્વ પ્રસિદ્ધ સોનપુર મેળામાં હરિયાણાની એક ખાસ નસ્લનો બનારસથી આવેલો બે કરોડ પાંચ લાખ રૂપિયાની કિંમતવાળો પાડો બીયર ન મળવાથી નારાજ થઈ ગયો છે.
બિહારના વિશ્વ પ્રસિદ્ધ સોનપુર મેળામાં હરિયાણાની એક ખાસ નસ્લનો બનારસથી આવેલો બે કરોડ પાંચ લાખ રૂપિયાની કિંમતવાળો પાડો બીયર ન મળવાથી નારાજ થઈ ગયો છે. આ પાડા (નર ભેંસ)નું નામ રાજા છે. મેળામાં આ પાડો આકર્ષણનું કેન્દ્ર બનેલો છે. આ પાડો પોતાના લાંબા અને પહોળા કદ કાઠી અને દમદાર સ્વાસ્થ્ય માટે જાણીતો બન્યો છે તથા તેનો અનોખો ખોરાક પણ ચર્ચમાં છે. બિહારમં હાલ દારૂબંધી છે અને આ દારૂબંધીના કારણે પાડો પરેશાન થઈ ગયો છે. તમને નવાઈ લાગી ને? જાણો જાણો શું છે મામલો.
બિહારમાં દારૂબંધીના કારણે આ પાડો સુસ્ત થઈ ગયો છે. કારણ કે તેને બીયર મળતી નથી. રાજા નામના આ પાડાને રોજ સફરજન, ચણા, ઘઉના દાણા, દૂધ અને પૌષ્ટિક ચારા સાથે સવાર સાંજ બીયર પણ જોઈએ છે.
ચુસ્તી ફૂર્તી જળવાઈ રહે છે
એવું કહે છે કે બીયર આ પાડાની ચુસ્તી અને ફૂર્તી જાળવી રાખવામાં મદદ કરે છે. બિહારમાં દારૂબંધીના કરાણે તેને બીયર મળતી નથી, જેના કારણે પાડો સુસ્ત થઈ ગયો છે અને પાડાનો માલિક પાછો જવા માટે તૈયાર છે. પાડાનો માલિક રામજતન યાદવ કહે છે કે પાડો રાજા હરિયાણાની એક ખાસ નસ્લનો છે. સોનપુર મેળામાં રાજાને જોવા માટે ભીડ ઉમટે છે. પરંતુ બિહારમાં દારૂબંધીના કારણે આ પાડો પરેશાન અને સુસ્ત જોવા મળી રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી બીયર વગર રાજાનો મૂડ ખરાબ છે અને તે પોતાનો નિયમિત ખોરાક પણ બરાબર ખાતો નથી.
રાજા નામનો આ પાડો હરિયાણાની એક ખાસ પ્રકારની નસ્લનો છે. સોનપુર મેળામાં રાજાને જોવા માટે ભીડ ઉમટે છે. પરંતુ બિહારમાં દારૂબંધીના કારણે આ પાડો પરેશાન અને સુસ્ત જોવા મળી રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી બીયર વગર રાજાનો મૂડ ખરાબ છે એવું તેના માલિકનું કહેવું છે. તે બરાબર ખાઈ શકતો પણ નથી. આથી હવે પાડો લાવનારા પરેશાન છે અને કહે છે કે સરકાર સાંભળતી નથી અને બીયર વગર તેમના પાડાને રાખવો તે તેને બીમાર કરવા જેવું છે આથી હવે તેઓ પાડાને પાછો લઈ જવા માંગે છે. બિહારમાં બીયર ન મળવાથી રાજાની હાલત બગડી રહી છે. મેળામાં રાજાને જોવા આવનારા કહે છે કે 2 બોટલ બીયરની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ.
(રિપોર્ટ- પ્રશાંત ઝા)