Bihar Viral News: બિહારના નાલંદાથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે વિદ્યાર્થી જ્યારે પરીક્ષા સેન્ટર પર ગયો તો એક સાથે 500 જેટલી વિદ્યાર્થીનીઓને જોઈ. આ મામલો ખરેખર ચોંકાવનારો છે. છોકરાના પરિજનોએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે આટલી બધી છોકરીઓને એક સાથે જોઈને તે નર્વસ થઈ ગયો હતો અને ત્યારબાદ તે બેભાન થઈ ગયો. હાલ વિદ્યાર્થી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ખબર હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. લોકો જાણવા ઈચ્છે છે કે આખરે છોકરીઓની આટલી મોટી ભીડ જોઈને છોકરો બેભાન કેવી રીતે બની ગયો?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરીક્ષા હોલમાં બેભાન થઈ ગયો છોકરો
અત્રે જણાવવાનું કે ઈન્ટરમીડિએટ પરીક્ષા દરમિયાન નાલંદામાં આ અજીબોગરીબ ઘટના ઘટી. બિહાર બોર્ડની 12માં ધોરણની  પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થી પરીક્ષા હોલમાં જ બેહોશ થઈને પડી ગયો. તેને ત્યારબાદ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો. આ વિદ્યાર્થીનું નામ મનિષ શંકર છે અને અને તેની ઉંમર 17 વર્ષ છે. 


આ 3 દિવસે રોટલી ભાણામાં ન લેવી જોઈએ, નહીં તો ખિસ્સામાં ફૂટી કોડી પણ નહીં રહે!


PM મોદીના અસલ મિત્ર કોણ? આખરે થઈ ગયો ખુલાસો, ખાસ જાણો


લીલા બટાકા સહિત આ 4 વસ્તું ભૂલેચૂકે ન ખાવી જોઈએ, કારણ ખાસ જાણો નહીં તો પસ્તાશો


સીટ પર જતા જતા જ બેભાન થઈ ગયો
અત્રે જણાવવાનું કે અલ્લામા ઈકબાલ કોલેજના વિદ્યાર્થી મનિષ શંકરનું પરીક્ષા કેન્દ્ર બિલિયન્ટ કોન્વેન્ટ સ્કૂલ સુંદરગઢમાં હતું. બિહાર શરીફમાં આ પરીક્ષા કેન્દ્ર પડે છે. તે ગણિતનું પેપર આપવા માટે પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચી ગયો હતો. પણ તે પોતાની સીટ પર આવતા આવતા તો બેભાન થઈ ગયો. 


વિદ્યાર્થી મનિષના એક પરિજને જણાવ્યું કે તે જેવો પરીક્ષા હોલમાં દાખલ થયો કે ત્યાં છોકરીઓ જ છોકરીઓ હતી. 500 છોકરીઓ વચ્ચે એકલો વિદ્યાર્થી હતો. આવામાં આટલી બધી છોકરીઓ વચ્ચે એક એકલા છોકરાને બેસાડી દેવાથી આ ઘટના ઘટી. મહિલાએ કહ્યું કે મારો ભત્રીજો આટલી બધી છોકરીઓને એક સાથે જોઈને નર્વસ થઈ ગયો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube