બિહારમાં આજે વીજળી પડવાથી 23 જિલ્લામાં કુલ 83 લોકોના મોત
બિહારમાં આજે ગુરૂવારે વીજળી પડવા અને પવન-તોફાને ભારે તબાહી મચાવી છે. વીજળી પડવાને કારણે 83ના મોત તો અનેક લોકોને ગંભીર ઈજાઓ થઈ છે.
પટનાઃ બિહારમાં આજે ગુરૂવારે આકાશમાંથી વીજળી પડવા અને તોફાને મોટી તબાહી મચાવી છે. વીજળી પડવાથી બિહારમાં 83 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. ઉત્તર પ્રદેશમાં પણ વીજળી પડવાથી ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે.
બિહારના 23 જિલ્લામાં આકાશમાંથી વીજળી પડવાને કારણે માનવીય ક્ષતી થઈ છે. સૌથી વધુ મોત ગૌપાલજંગમાં થઈ જ્યાં 13 લોકોના મોત થયા છે. જ્યારે મધુબની અને નબાદામાં આઠ-આઠ લોકોના મોત થયા છે.
બિહારના 8 જિલ્લા એવા છે જ્યાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે. આ જિલ્લા ગોપાલગંજ, પૂર્વી ચંપારણ, સિવાન, બાંકા, દરભંગા, ભાગલપુર સિવાય મધુબની અને નવાદા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube