જગદલપુર: બીજાપુરમાં થયેલા નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આજે છત્તીસગઢના જગદલપુર પહોંચ્યા. અહીં સીએમ ભૂપેશ બઘેલે પણ તેમની સાથે શહીદોના પાર્થિવ શરીર  પર પુષ્પચક્ર અર્પણ કર્યા. જવાનોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ મૃતદેહોને તેમના વતને રવાના કરાયા. ગૃહમંત્રીએ ટ્વીટ કરીને પણ કહ્યું કે છત્તીસગઢમાં નક્સલીઓનો સામનો કરતી વખતે શહીદ થયેલા બહાદુર સુરક્ષાકર્મીઓને જગદલપુરમાં શ્રદ્ધાંજલિ આપી. દેશ તમારા બલિદાનને ક્યારેય ભૂલી શકશે નહીં. સમગ્ર દેશ શોકાતુર પરિવારોને પડખે છે. અશાંતિ વિરુદ્ધની આ લડતને અમે અંતિમ સ્વરૂપ આપવા માટે સંકલ્પિત છીએ. ત્યારબાદ ગૃહમંત્રીએ જગદલપુરના વોર રૂમમાં પોલીસ અને અર્ધસૈન્ય દળોના ઓફિસરો સાથે બેઠક કરી. સૂત્રના જણાવ્યાં મુજબ હવે નક્સલીઓને સીધા તેમના વિસ્તારમાં ઘૂસીને મારવાની રણનીતિ બનાવવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જવાનોનું બલિદાન ભૂલાશે નહીં
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે હું વિશ્વાસ અપાવું છું કે આ ઘટના બાદ લડતને વધુ તીવ્ર કરીશું અને નિશ્ચિતપણે વિજયમાં ફેરવીશું. જે જવાનો શહીદ થયા છે તેમના પરિજનોને હું કહેવા માંગુ છું કે તમારા ભાઈ, પતિ, પુત્રએ દેશ માટે જે બલિદાન આપ્યું છે, તેને દેશ ક્યારેય ભૂલી શકશે નહીં. સંકટની આ ઘડીમાં સમગ્ર દેશ તેમની સાથે છે. પરિજનોનું બલિદાન એળે જશે નહીં. હું શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપું છું. તેમનું સર્વોચ્ચ બલિદાન વ્યર્થ નહીં જાય. આ દેશને વિશ્વાસ અપાવું છું. 


naxals attack: નક્સલીઓ પર મોટી કાર્યવાહીની તૈયારી!, અમિત શાહ જગદલપુર પહોંચ્યા, શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube