naxals attack: નક્સલીઓ પર મોટી કાર્યવાહીની તૈયારી!, અમિત શાહ જગદલપુર પહોંચ્યા, શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

છત્તીસગઢમાં બીજાપુરમાં થયેલા નક્સલી હુમલામાં 22 જવાનોએ શહાદત વ્હોરી જેને લઈને આખો દેશ ગુસ્સામાં છે. નક્સલીઓના આ કાયરતાપૂર્ણ હરકત બાદ ગૃહ મંત્રાલય અલર્ટ મોડમાં આવી ગયું છે અને નક્સલીઓ વિરુદ્ધ મોટા ઓપરેશનની તૈયારીઓ થઈ રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના જગદલપુર પહોંચી ગયા છે. તેમણે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. અમિત શાહની સાથે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ શ્રદ્ધાંજલિ આપી. 
naxals attack: નક્સલીઓ પર મોટી કાર્યવાહીની તૈયારી!, અમિત શાહ જગદલપુર પહોંચ્યા, શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી: છત્તીસગઢમાં બીજાપુરમાં થયેલા નક્સલી હુમલામાં 22 જવાનોએ શહાદત વ્હોરી જેને લઈને આખો દેશ ગુસ્સામાં છે. નક્સલીઓના આ કાયરતાપૂર્ણ હરકત બાદ ગૃહ મંત્રાલય અલર્ટ મોડમાં આવી ગયું છે અને નક્સલીઓ વિરુદ્ધ મોટા ઓપરેશનની તૈયારીઓ થઈ રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના જગદલપુર પહોંચી ગયા છે. તેમણે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. અમિત શાહની સાથે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ શ્રદ્ધાંજલિ આપી. 

આ સાથે જ ગૃહમંત્રી અમિત શાહ આજે હોસ્પિટલોમાં ઘાયલ જવાનો સાથે મુલાકાત પણ કરશે. સવારે જ અમિત શાહ દિલ્હીથી જગદલપુર માટે રવાના થયા. જગદલપુરમાં જ તેઓ નક્સલીઓ પર એક મોટી બેઠક પણ કરશે. આ અગાઉ દિલ્હીમાં અમિત શાહે મોટી બેઠક યોજી હતી. જેમાં ગુપ્તચર એજન્સીઓની સાથે સાથે અર્ધસૈનિક દળોના ઓફિસર પણ સામેલ હતા. 

— ANI (@ANI) April 5, 2021

ગૃહમંત્રી અમિત શાહ જગદલપુરમાં છે. અહીં તેમણે શહીદોને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ સીધા જગદલપુર પોલીસલાઈન પહોંચશે. જ્યાં કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં સીએમ ભૂપેશ બઘેલ પણ સામેલ થઈ શકે છે. ત્યારબાદ બાસાગુડા સ્થિત સીઆરપીએફ કેમ્પ જશે અને જવાનો સાથે વાતચીત કરશે.

ત્યારબાદ અમિત શાહ ફરીથી જગદલપુર જશે અને પછી રાયપુર પહોંચશે. અહીંથી તેઓ રોડ માર્ગે રામકૃષ્ણ હોસ્પિટલ, નારાયણ હોસ્પિટલ અને એમએમઆઈ હોસ્પિટલ પહોંચશે. આ હોસ્પિટલોમાં એન્કાઉન્ટર દરમિયાન ઘાયલ થયેલા જવાનો દાખલ છે. જવાનો સાથે મુલાકાત બાદ ગૃહમંત્રી દિલ્હી પાછા ફરશે. 

— ANI (@ANI) April 5, 2021

શું છે મામલો
શનિવારે 3 એપ્રિલ 2021ના રોજ છત્તીસગઢના બીજાપુર અને સુકમા જિલ્લાની સરહદે નક્સલીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ. નક્સલીઓએ 700 જવાનોને ઘેરીને હુમલો કર્યો. આ અથડામણમાં 22 જવાન શહીદ થયા. 3 એપ્રિલના રોજ ઘટનાસ્થળેથી એક જવાનનો મૃતદેહ મળ્યો હતો. અને 21 ગુમ હતા. 4 એપ્રિલના રોજ સર્ચ ઓપરેશન દરમિયાન 21 જવાનોના મૃતદેહ મળી આવ્યા. હજુ પણ એક જવાન ગાયબ છે જેની શોધ ચાલુ છે. આ અથડામણમાં 31 જવાનો ઘાયલ થયા છે. જેઓ સારવાર હેઠળ છે. જેમાં કોબ્રા બટાલિયન, DRG, STF અને એક બસ્તરિયા બટાલિયનના જવાન સામેલ છે. 

એન્કાઉન્ટરને લઈને ગૃહમંત્રી અમિત શાહ તાબડતોબ આસામથી પાછા ફર્યા અને ગઈ કાલે સાંજે ટોપ લેવલની બેઠક કરી. દિલ્હીમાં શાહના ઘરે થયેલી આ બેઠકમાં ગૃહ સચિવ અજય ભલ્લા, આઈબીના ડાઈરેક્ટર અરવિંદકુમાર અને સીઆરપીએફના સીનિયર અધિકારીઓ હાજર રહ્યા હતા. મીટિંગમાં ઘટનાના કારણો અને એક્શન પ્લાન પર ચર્ચા થઈ. સુરક્ષાદળો પરના આ હુમલાને અંજામ આપવા પાછળ ટોપ નક્સલ કમાન્ડર હિડમાનું નામ સામે આવી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news