બિજનૌર: યૂપીના બિજનૌર જિલ્લામાં એક કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે બિજનૌર-મોહિત પેટ્રો કેમિકલ ફેક્ટરીમાં વહેલી સાવારે મિથેન ગેસની ટેંકમાં વિસ્ફોટ થયો, ત્યારબાદ ફેક્ટરીમાં આગ લાગી હતી. ફેક્ટરીમાં આગ લાગવાના સમાચાર મળ્યા બાદ ત્યાં કામ કરી રહેલા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

6 કર્મચારીઓના મોતની પુષ્ટિ
આગ લાગવાના સમાચાર મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે આગ ઓલવવાનું કામ કરી રહી છે. વહિવટીતંત્રના અધિકારીઓ દ્વારા અત્યાર સુધી અકસ્માતમાં 6 કર્મચારીઓના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે 8 લોકો ઘાયલ થયા હોવાનું જણાવવામાં આવ્યું છે. તો બીજી તરફ 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ઇજાગ્રસ્તોને ભરતી કર્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. 


એક અધિકારીએ આ વિશે જાણકારી આપતાં જણાવ્યું કે આજે સવારે કોતવાલી શહેરના નગીરના રોડ સ્થિત ફેક્ટરીમાં આગ લાગવાની જાણકારી મળી. આગ લાગી હોવાની માહિતી મળતાં જ ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ અને પોલીસ ગોઠવી દેવામાં આવી છે. ફેક્ટરીમાં ફસાયેલા લોકોને કાઢવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.