નવી દિલ્હી: કરતારપુર કોરિડોરને જેમ બને તેમ જલદી પૂરો કરવા અને શ્રદ્ધાળુઓની અવરજવર મુદ્દે ભારત અને પાકિસ્તાનના અધિકારીઓ વચ્ચે આજે અટારી-વાઘા બોર્ડર પર વાતચીત થઈ. આ દરમિયાન ભારતે પાકિસ્તાનને ડોઝિયર પણ સોંપ્યું. ભારતે કાઉન્સિલર પ્રેઝન્સ વધારવાની માગણી કરી. આ બાજુ પાકિસ્તાન ગુરુદ્વારામાં આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા વધારવા પર રાજી થઈ ગયું છે. આ સાથે જ પાકિસ્તાને એવો દાવો પણ કર્યો કે તે ભારત વિરોધી ગતિવિધિઓ નહીં થવા દે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેઠક બાદ પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હમણા હવામાન બદલાયું છે, ડાળીઓ પર પાંદડા આવતા વાર લાગશે. 80 ટકા મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે સહમતિ બની ગઈ છે. કરતારપુર કોરિડોરના મુદ્દે વધુ એક બેઠક કરીશું. બંને દેશો વચ્ચે આ મુદ્દે બીજા તબક્કાની બેઠક પાકિસ્તાન તરફથી તેમના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલના નેતૃત્વમાં થઈ. બેઠક અગાઉ જ મોહમ્મદ ફૈઝલ તરફથી જાણકારી અપાઈ હતી કે કરતારપુર કોરિડોરનું 70 ટકા કામ પૂરું થઈ ગયું છે. 


ભારતીય પ્રતિનિધિ મંડળ તરફથી પણ પ્રેસ કોન્ફરન્સ કરીને બેઠક અંગે જાણકારી અપાઈ. કહેવાયું કે અમારી તરફથી રોજ કરતાર પુર સાહિબ જનારા શ્રદ્ધાળુઓની સંખ્યા વધારવાની માગણી કરાઈ. શ્રદ્ધાળુઓને આખુ વર્ષ દર્શન કરવાની મંજૂરી મળે. આ બધી માગણીઓ શીખ સમુદાયે સૂચવી હતી. ભારતમાં નિર્ધારીત સમયે પુલ બની જશે. પાકિસ્તાને ખાતરી આપી છે કે તેઓ કરતારપુર કોરિડોર શરૂ  થયા બાદ ત્યાં ભારત વિરોધી ગતિવિધિઓ થવા દેશે નહીં. ભારત તરફથી આ બેઠકનું નેતૃત્વ સંયુક્ત સચિવ એસસીએલ દાસ અને દીપક મિત્તલે કર્યું  હતું. 


ભારતે રજુ કરી હતી કેટલીક માગણીઓ
કરતારપુર કોરિડોર પર પાકિસ્તાન સાથે થયેલી મંત્રણામાં ભારતે પોતાની માગણીઓ સ્પષ્ટપણે રજુ કરી હતી. વાધા બોર્ડર પર થયેલી આ બેઠકમાં ભારતના પ્રતિનિધિમંડળે પોતાની માગણીઓ રજુ કરી જેમાંથી કેટલીક માગણીઓ પાકિસ્તાને સ્વીકારી છે. ભારતે પાકિસ્તાનને કોરિડોરનું કામ જલદી પૂરું કરવા જણાવ્યું છે. ભારત ઈચ્છે છે કે નવેમ્બર 2019  સુધીમાં આ કોરિડોર શરૂ થઈ જાય. અત્રે જણાવવાનું કે ત્યારે ગુરુનાનકની 550મી જયંતી છે. 


VIDEO: મુકુલ રોયના નિવેદનથી પ.બંગાળમાં ખળભળાટ, કર્ણાટક-ગોવા જેવા થશે હાલ?


કર્ણાટક સંકટમાં નવો વળાંક, કોંગ્રેસના બે બળવાખોર ધારાસભ્યો રાજીનામું પાછું ખેંચવા તૈયાર


5 હજાર શ્રદ્ધાળુઓની રોજની એન્ટ્રીની વાત
ભારતે પાકિસ્તાન પાસે માગણી કરી છે કે તે રોજ 5000 શ્રદ્ધાળુઓને દર્શન માટે મંજૂરી આપે. આ સાથે જ ખાસ અવસરો પર સંખ્યા 10,000 સુધી વધારવાની માગણી કરી છે. આ ઉપરાંત ભારત ઈચ્છે છે કે પાકિસ્તાન ભારતીય મૂળના લોકો, જેમના પર ઓસીઆઈ કાર્ડ (ભારતીય વિદેશી નાગરિકતા) હોય તેમને પણ આ સુવિધા આપે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...