નવી દિલ્હી: માતા પિતા અને સીનિયર સિટીઝન્સના ભરણપોષણ અને કલ્યાણ માટે કેન્દ્ર સરકાર એક બિલ લાવી છે. જેમાં સંબંધોની વ્યાખ્યા નક્કી કરાઈ છે. આ સંબંધો માતા-પિતા અને વડીલોની દેખભાળ માટે જવાબદાર રહેશે. સામાજિક અધિકારત્વ અને ન્યાય મંત્રી થાવરચંદ ગેહલોતે સદનમાં આ બિલ આજે રજુ કર્યું. બિલમાં જોગવાઈ છે કે જો કોઈ પુત્ર કે પુત્રી, વહુ કે જમાઈ, દત્તક કે જૈવિક પુત્ર-પુત્રી પોતાના માતા પિતા કે ઘરના વડીલોનું અપમાન કરે કે તેમને છોડી દે કે પછી અપશબ્દો કહે કે શારીરિક રીતે પરેશાન કરે તો તેમને 3 મહિનાથી લઈને 6 મહિના સુધીની જેલની સજા કે 10,000 રૂપિયાનો દંડ કે બંને થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધ્યાન આપવા જેવી વાત એ છે કે જમાઈ અને વહુને આ વ્યાખ્યામાં સમાવવામાં આવ્યાં છે. જેનો અર્થ એ છે કે જો ઘરમાં સાસુ સસરા હશે તો તેમને પણ સન્માન આપવું પડશે. જમાઈ કે વહુને પણ પુત્ર અને પુત્રી ગણ્યા છે. 


માતા પિતા અને ઘરના વડીલો માટે તેમની દેખભાળ અને ભરણ પોષણ કે મેન્ટેઈનન્સની જવાબદારી તે સંબંધોની રહેશે. મેન્ટેઈનન્સનો અર્થ છે ભોજન, કપડાં, હાઉસિંગ, સુરક્ષા, દવાઓ સહિત તેમનું માનસિક અને શારીરિક સા સ્વાસ્થ્ય એ તમામ ચીજો મેન્ટેનન્સ અંતર્ગત આવશે. 


વડીલોની પરિભાષામાં માતા પિતા ઉપરાંત સાસુ સસરા, દાદા-દાદી, નાના-નાની એ લોકો પણ આવશે પછી ભલે તેઓ સીનિયર સિટીઝન હોય કે ન હોય. જો કોઈ વડીલનો કોઈ પુત્ર-પુત્રી ન  હોય તો તેમના ભરણ પોષણ દેખભાળની જવાબદારી તેમના સંબંધીની રહેશે. જો પ્રોપર્ટી વધુ લોકોમાં વહેંચાતી હોય તો તે તમામ લોકોએ વડીલ પ્રત્યે એક સાથે મળીને જવાબદારી નિભાવવી પડશે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


 દેશના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....