લવ જેહાદઃ ઉત્તર પ્રદેશ કેબિનેટે અધ્યાદેશને આપી મંજૂરી, 10 વર્ષની સજાની જોગવાઈ

ઉત્તર પ્રદેશમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવવાને લઈને `ગેરકાયદેસર ધર્મ પરિવર્તન અધ્યાદેશ` કેબિનેટમાં પસાર થઈ ગયો છે.
લખનઉઃ ઉત્તર પ્રદેશ કેબિનેટે લવ જેહાદ પર અધ્યાદેશ પાસ કરી દીધો છે. મંગળવારે યોજાયોલી કેબિનેટની બેઠકમાં અધ્યાદેશ પાસ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે સરકારે જાહેરાત કરી હતી કે અમે લવ જેહાદ પર કાયદો બનાવીશું. જેથી લાલચ, દબાવ, ધમકી આપીને લગ્નની ઘટનાઓ રોકી શકાય.
જાણકારી પ્રમાણે યોગી સરકારના અધ્યાદેશમાં બીજા ધર્મમાં લગ્ન કરવા માટે સંબંધિત જિલ્લાધિકારીની મંજૂરી લેવી ફરજીયાત હશે. આ માટે લગ્ન પહેલા 2 મહિનાની નોટિસ આપવી પડશે. મંજૂરી વગર લગ્ન કરવા કે ધર્મ પરિવર્તન કરવા પર 6 મહિનાથી લઈને 3 વર્ષની સજાની સાથે 10 હજારનો દંડ આપવો પડશે.
સામૂહિક ધર્મ પરિવર્તન પર 10 વર્ષ સુધીની સજા
આ સિવાય અધ્યાદેશમાં નામ છુપાવીને લગ્ન કરનાર માટે 10 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે. તો ગેરકાયદેસર રીતે ધર્મ પરિવર્તન પર એકથી 10 વર્ષની સજા થશે. સાથે 15 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. આ સિવાય સામૂહિક રૂપથી ગેરકાયદેસર ધર્મ પરિવર્તન કરવા પર જ્યાં 10 વર્ષની સજા તો 50 હજાર સુધીનો દંડ આપવો પડી શકે છે.
Corona: દેશમાં કઈ રીતે થશે રસીકરણ? પીએમ મોદીએ સમજાવ્યો A to Z પ્લાન
યોગી સરકારના મંત્રી મોહનિસ રઝાએ પાછલા દિવસોમાં કહ્યુ હતુ કે, હવે તે ચાલશે નહીં કે મિશનની જેમ યુવતીઓને લલચાવી ધર્મ પરિવર્તન કરાવવામાં આવે. આ જેહાદીઓ માટે કડક સંદેશ છે, જે તેની આડમાં ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે. આવા લોકોને જેલમાં પૂરવાની તૈયારી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube