નવી દિલ્હીઃ Corbevax Vaccine: કોવિશીલ્ડ કે કોવેક્સિનની બંને ડોઝ લઈ ચુકેલા લોકો માટે સિંગલ બૂસ્ટર ડોઝ તરીકે ફાર્મા કંપની બાયોલોજિક-ઈ (Biological E) એ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) પાસે કોરોના વેક્સિન કોર્બેવૈક્સ (Corbevax) ના થર્ડ ફેઝના ટ્રાયલની મંજૂરી માંગી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હૈદરાબાદની દવા કંપની બાયોલોજિક-ઈ તરફથી વિકસિત 'કોર્બેવૈક્સ' સ્વદેશી વેક્સિન છે જેના બીજા અને ત્રીજા ફેઝની ટ્રાયલના પરિણામ આ મહિને આવી શકે છે. આ આરબીડી પ્રોટીન સબ-યુનિટ વેક્સિનને 18થી 80 વર્ષના ઉંમર વર્ગના લોકોને આપવાની છે. 


હાલમાં ડીજીસીઆઈએ થર્ડ ફેઝની ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી માંગતા કંપનીએ અરજી કરી હતી. કંપનીએ કહ્યું કે તે કોર્બેવેક્સની સેફ્ટીનું મૂલ્યાંકન કરવા માટે ત્રીજા ફેઝની ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી માંગે છે. ડીસીજીઆઈએ સપ્ટેમ્બરમાંકંપનીને કેટલીક શરતોની સાથે 5થી


Cabinet Meeting: ફર્ટિલાઇઝર પર સબ્સિડી અને 100 સૈનિક સ્કૂલોને મોદી કેબિનેટની મંજૂરી


શું છે બૂસ્ટર ડોઝ?
બૂસ્ટર ડોઝ કોરોનાનો ત્રીજો ડોઝ છે જેનો ઉદ્દેશ્ય લોકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાનો છે. વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાનો બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. જેમાં ઇઝરાયલ અને અમેરિકાનું નામ સામેલ છે. પાછલા મહિને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને બૂસ્ટર ડોઝ લીધો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube