Biparjoy Cyclone In Gujarat : ગુજરાતમાં બિપોરજોય નામનું વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે. સરકારે આ મામલે એલર્ટ જાહેર કર્યું છે. ડિપ ડિપ્રેશન આજે ચક્રવાતમાં ફેરવાઈ જશે. વાવાઝોડું ઓમાન તરફ આગળ વધે તેવી પૂરી સંભાવનાઓ વચ્ચે પણ ગુજરાતે એડવાન્સમાં તૈયારીઓ શરૂ કરી છે. ગુજરાતમાં મોટે ભાગે અરબી સમુદ્રમાંથી વાવાઝોડું આવે છે અને ઉત્તર, ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધે છે. તે મોટે ભાગે દરયિાઇ કાંઠાના વિસ્તારો અને ખાડી વિસ્તારોના પ્રદેશોમાં પ્રતિકૂળ અસર કરે છે. જેમાં કચ્છ, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, સુરત, વલસાડ જિલ્લાના વિસ્તારોનો સમાવેશ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાવાઝોડાનો કોઇ ચોક્કસ સમયગાળો હોતા નથી. ગુજરાતમાં વાવાઝોડુ ચોમાસા પૂર્વે કે પછી આવવાની શક્યતા વધારે રહેલી છે. સામાન્ય રીતે મે-જૂન અને આક્ટોબર-નવેમ્બરના મહિનાઓ વધારે શક્યતાવાળા માની શકાય. સામાન્ય રીતે ૧૫-૨૫ કિ.મી.ની ઝડપે આગળ વધે છે. ગત દરિયામાં ઓછી હોય છે. જ્યારે જમીન પર આવતાની સાથે ગતિ વધે છે. 


૧. વાવાઝોડુ એટલે વર્તુળાકાર અને ભારે વેગથી ફૂંકાતું હવાનું તોફાન છે. જે દરિયામાંથી પેદા થાય છે અને જમીન ઉપર આવે છે. વાતાવરણમાં હળવા દબાણના કારણે અરબી સમુદ્ર કે બંગાળના અખાતમાં સર્જાતા આ વર્તુળાકાર પવનો સામાન્ય રીતે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી દરિયામાંથી જમીન ઉપર ત્રાટકે છે. વાવાઝોડાની અસર તળે ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે છે.


૨. વાવાઝોડું કઈ રીતે આવે છે ?


ઉત્તર-પશ્ચિમ ભારતમાં પ્રચંડ ગરમીનું મોજુ વાવાઝોડાને પેદા કરતું પરિબળ છે. હવા ગરમ થવાથી હલકી થાય છે. ઉપર ઉઠે છે. જેથી ઓછા પ્રેસરે (હળવા દબાણ)નું ક્ષેત્ર સર્જાય છે. આ જગ્યા ભરવા બીજા પવન આ બાજુ આગળ વધે છે.


આ રીતે અરબી સમુદ્રમાંથી વરાળ સાથેનું વાદળોનું પ્રચંડ સમૂહ આગળ ગતિ કરી દરિયાકાંઠા ઉપરથી દબાણ ક્ષેત્રની તરફ વધે છે.


ખતરનાક સ્વરૂપ ધારણ કરશે 'બિપોરજોય', આગામી 24 કલાકમાં જોવા મળશે અસર!


'બિપોરજોય'થી ગુજરાતના કયા વિસ્તારો પર જોખમ? જાણો ક્યાં કયાં મચી શકે છે તબાહી


જરાત તરફ આવતા વિનાશક વાવાઝોડા સામે લડવા સરકાર સતર્ક, જાણો કેવી છે તૈયારી


૩. વાવાઝોડાનું સ્ટ્રક્ચર: વાવાઝોડું ઘડિયાળનાં કાંટાની વિરૂદ્ધ દિશામાં ગોળ ફરે છે. તે દરિયાની સપાટીથી ૮ થી ૧૨ કિ.મી. ઊંચાઈ સુધીનું પણ હોઈ શકે છે. વાવાઝોડાની પહોળાઈ ૨૦ થી ૫૦ કિ.મી ની હોઈ શકે છે. વાવાઝોડાની વચ્ચે આવેલ શાંત કેન્દ્રને વાવાઝોડાની ' આંખ’ કહેવાય છે. આંખ, અંદરનું વર્તુળ અને બહારનું વર્તુળ એ વાવાઝોડાનો જ ભાગ ગણાય, પવનની ગતિ અને દિશાના આધારે વાવાઝોડું ક્યારે અને ક્યાં જમીનની સપાટી ઉપર ત્રાટકી શકે છે તેની ગણત્રી માંડી હવામાન ખાતું ચેતવણી (વાવાઝોડા બુલેટીન) આપે છે.


વાવાઝોડાની અસર  : પવનની ગતિના લીધે જમીન ઉપરના ઊંચા તથા ફંગોળી શકાય તેવા બાંધકામ સ્ટ્રક્ચરને નુક્શાનગ્રસ્ત કરી શકે 


સ્ટોર્મ સર્જ દરિયાના તોફાનના કારણે ઊંચા મોજાના લીધે કાંઠાના નીચાણવાળા વિસ્તારમાં દરિયાના પાણી ફરી વળે છે, અને જમીન ઉપરની માલ-મિલ્કતને નુકશાનકર્તા નિવડી શકે છે. આનાથી જમીન ક્ષારયુક્ત થઇ જાય અને ખેતીવાડીને પણ મોટા પ્રમાણમાં નુકશાન થાય છે. મીઠાના અગરોમાં પાણી ફરી વળે તો મીઠા ઉદ્યોગ બંધ થાય, અગરીયાઓના જાન માલને નુકશાન થઈ શકે. ભારે વરસાદના કારણ પુર આવે તો જનજીવનને અસ્ત વ્યસ્ત કરી શકે, મધદરિયે માછીમારોને ફસાવાની સ્થિતિ ઊભી થાય અને જાન-માલને નુકસાન થઈ શકે છે.