Biparjoy Cyclone: ખતરનાક સ્વરૂપ ધારણ કરશે 'બિપોરજોય', આગામી 24 કલાકમાં જોવા મળશે અસર!
IMD Warning: ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) એ કહ્યું કે દક્ષિણપૂર્વ અરબ સાગરની ઉપર બનેલા ઊંડા દબાણનું ક્ષેત્ર મંગળવારે સાંજે ચક્રવાતી તોફાન બિપોરજોયમાં ફેરવાઈ ગયું છે. ચક્રવાત બિપરજોય એક ઓછા દબાણનું ક્ષેત્ર છે. જે હાલમાં દક્ષિણ પૂર્વ અરબ સાગર પર બનેલું છે. આગામી 48 કલાકમાં તે વધુ તીવ્ર થઈને ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે અને બાકીના 72 કલાકમાં ચક્રવાત તોફાન પોતાની તીવ્રતા પર પહોંચી શકે છે.
Trending Photos
IMD Warning: ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) એ કહ્યું કે દક્ષિણપૂર્વ અરબ સાગરની ઉપર બનેલા ઊંડા દબાણનું ક્ષેત્ર મંગળવારે સાંજે ચક્રવાતી તોફાન બિપોરજોયમાં ફેરવાઈ ગયું છે. બિપોરજોય નામ બાંગ્લાદેશ દ્વારા અપાયું છે. આઈએમડીએ એક બુલેટિનમાં કહ્યું કે છેલ્લા 6 કલાકમાં ચક્રવાત 2 કિમિ પ્રતિ કલાકની ઝડપે ઉત્તર દિશા તરફ આગળ આગળ વધ્યું. હાલ ચક્રવાત પોરબંદર કિનારેથી દરિયામાં પશ્ચિમ 1070 કિમી દૂર છે. હાલના તબક્કે ગુજરાતના દરિયા કાંઠા માટે ચિંતાની વાત નથી. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આગામી 24 કલાકમાં કોંકણના કાંઠા વિસ્તારો રાયગઢ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ ઉપરાંત મુબઈ, થાણા અને પાલઘરમાં પવન સાથે વરસાદ જોવા મળી શકે છે.
ચક્રવાત બિપરજોય એક ઓછા દબાણનું ક્ષેત્ર છે. જે હાલમાં દક્ષિણ પૂર્વ અરબ સાગર પર બનેલું છે. આગામી 48 કલાકમાં તે વધુ તીવ્ર થઈને ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે અને બાકીના 72 કલાકમાં ચક્રવાત તોફાન પોતાની તીવ્રતા પર પહોંચી શકે છે. ચક્રવાતનો ટ્રેક હજુ સ્પષ્ટ નથી. ચક્રવાત બિપરજોય એ આ સીઝનમાં અરબ સાગર પર બનનારું પહેલું વાવાઝોડું છે. બિપરજોય નામ બાંગ્લાદેશ દ્વારા અપાયું છે. કોંકણ, ગોવા અને મહારાષ્ટ્રના કાંઠા પર 8થી 10 જૂન સુધી સમુદ્રમાં ઊંચી લહેરો ઉઠવાની શક્યતા છે. માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
ગુજરાત માટે શું છે સ્થિતિ?
આઈએમડીના બુલેટિન મુજબ 11 અને 12 જૂને ચક્રવાતની અસર ગુજરાતને થવાની શક્યતા છે. 11 જૂને ગુજરાત દરિયાકાંઠે 60 કિમિ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ભારે પવનના કારણે દરિયો તોફાની બનવાની શક્યતા છે. ચક્રવાત ધીમી ગતિએ પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું છે. ડીપ ડિપ્રેશન હાલ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાયું છે. આજે બપોરે બાદ વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થશે. પવનની ગતિ તબક્કાવાર 55 કિમિ પ્રતિ કલાકથી 150 કિમિ પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
IMD એ શું કહ્યું હતું?
આઈએમડીએ સોમવારે કહ્યું હતું કે દક્ષિણ પૂર્વ અરબ સાગરની ઉપર હળવા દબાણનું ક્ષેત્ર બનવા અને તેના ઊંડા હોવાથી ચોમાસાનું કેરળના તટ તરફ આગમન ગંભીર રીતે પ્રભાવિત થઈ શકે છે. જો કે હવામાન ખાતાએ કેરળમાં ચોમાસાના આગમનની સંભવિત તારીખ બતાવી નથી.
ખાનગી હવામાન એજન્સી સ્કાઈમેટ વેધરે જણાવ્યું કે કેરળમાં ચોમાસું આઠ કે નવ જૂને દસ્તક આપી શકે છે. પરંતુ આ દરમિયાન હળવો વરસાદ પડી શકે છે. તેમણે કહ્યું કે અરબ સાગરમાં હવામાનની આ શક્તિશાળી પ્રણાલીઓ આંતરિક ક્ષેત્રોમાં ચોમાસાના આગમનને પ્રભાવિત કરી શકે છે. તેના પ્રભાવમાં ચોમાસું કાંઠા વિસ્તારોમાં પહોંચી શકે છે. પરંતુ પશ્ચિમ ઘાટોથી આગળ જવામાં તેણે સંઘર્ષ કરવો પડશે.
સ્કાયમેટે પહેલા ચોમાસું 7 જૂનના રોજ કેરળમાં દસ્તક આપશે તેવી આગાહી કરી હતી અને આ ત્રણ દિવસ પહેલા કે બાદમાં થઈ શકે છે. સ્કાઈમેટે કહ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના આ સમયગાળાની અંતર આવવાની સંભાવના છે. ચોમાસાની શરૂઆત ત્યારે માનવામાં આવે છે જ્યારે લક્ષદ્વીપ, કેરળ અને કર્ણાટકના કાંઠા વિસ્તારોમાં સતત બે દિવસમાં વરસાદ પડે છે. જો કે ચોમાસાની શરૂઆત જોરદાર રીતે થઈ શકતી નથી.
આઈએમડીમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક ડીએસ પઈએ જણાવ્યું કે કેરળમાં સોમવારે પણ સારો વરસાદ પડ્યો અને સ્થિતિઓ આગામી બેથી ત્રણ દિવસમાં ચોમાસાના આગમન માટે અનુકૂળ છે. પઈએ કહ્યું કે ચક્રવાતી તોફાન અને બંગાળની ખાડીમાં બની રહેલા હળવા દબાણના કારણે દક્ષિણી પ્રાયદ્વીપમાં વરસાદ પડશે. તેમણે કહ્યું કે ચક્રવાતના નબળા થયા બાદ ચોમાસુ દક્ષિણી પ્રાયદ્વીપથી આગળ વધશે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ સામાન્ય રીતે એક જૂનના રોજ કેરળમાં પ્રવેશ કરે છે જેમાં સાત દિવસ આગળ પાછળ થઈ શકે છે.
અત્રે જણાવવાનું કે મેના મધ્યમાં આઈએમડીએ કહ્યું હતું કે ચોમાસુ ચાર જૂન સુધીમાં કેરળમાં દસ્તક આપી શકે છે. દક્ષિણ પૂર્વ ચોમાસુ ગત વર્ષ 29 મેના રોજ, 2021માં 3 જૂન, 2020માં એક જૂન, 2019માં આઠ જૂન અને 2018માં 29મી મેના રોજ પહોંચ્યું હતું. આઈએમડીએ પૂર્વમાં કહ્યું હતું કે અલ નીનોની સ્થિતિ વિકસિત થવા છતાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની ઋતુમાં ભારતમાં સામાન્ય વરસાદ રહેવાની આશા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે