નવી દિલ્હી : કોરોના યોદ્ધાઓના સન્માનમાં ભારતીય વાયુસેના 3 મેના રોજ 2 ફ્લાઇટ પાસ્ટ કરશે. એક ફ્લાઇટ પાસ્ટ શ્રીનગરથી ત્રિવેન્દ્રમ અને બીજુ ડિબ્રુગઢથી કચ્છની વચ્ચે થશે. તેમાં ટ્રાન્સપોર્ટ અને ફાઇટર એરક્રાફ્ટનો સમાવેશ થશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત અને ત્રણેય સેના પ્રમુખે પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કરી હતી. બિપિન રાવતે જણાવ્યું કે, ફ્લાઇટ પાસ્ટ દરમિયાન તે હોસ્પિટલ પર હેલિકોપ્ટરથી ફુલ વરસાવશે, જે કોરોના વાયરસનાં દર્દીઓની સારવાર કરી રહી છે. આ સાથે જ ત્રણેય સેનાઓ આ દિવસે પોલીસ મેમોરિયલ અંગે ફુલ ચડાવશે. આર્મી લગભગ દરેક જિલ્લામાં કોવિડ હોસ્પિટલ પાસે માઉન્ટેડ બૈંડ પર્ફોમન્સ આપશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૈજ્ઞાનિકોનો દાવો: કોરોના 2022 સુધી માનવજાતનો પીછો નહી છોડે, સરકારો લોકોને ખોટા આશ્વાસન બંધ કરવા જોઇએ

બે દિવસ પહેલા જ યુએસ આર્મીએ પણ કોરના વોરિયર્સનાં સન્માનમાં ફ્લાઇટ પાસ્ટ કરી હતી. તેઓ ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને ફિલોડેલ્ફિટમાં થયું છે. તેમાં યુએસ આર્મી એરફોર્સ અને નેવીનાં 12 ફાઇટર જેટે ભાગ લીધો હતો. આ 40 મિનિટનો શો હતો. આ સંપુર્ણ શો માટે યુએસ આર્મીએ એક મહિના સુધી તૈયારી કરી હતી.


લોકડાઉનમાં પણ તમે ખોલી શકશો ઓફીસ, માત્ર આ શરતનું કરવું પડશે પાલન

વડાપ્રધાન મોદીએ અનોખી પહેલનું સ્વાગત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીડીએસની આ પહેલનું સ્વાગત કર્યું. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, આપણી સેના હંમેશા દેશને સુરક્ષીત રાખે છે. મહામારીના આ કાળમાં સેના લોકોની મદદ કરી રહી છે. હવે સેના કોરોના વાયરસ સામે લડી રહેલા યોદ્ધાઓનો આભાર વ્યક્ત કરવા જઇ રહી છે.


આનંદો : પાન-મસાલા, સિગરેટ અને તંબાકુના વેચાણને પરવાનગી, સરકારે આ શરત સાથે આપી છુટ

અમે કોરોના વોરિયર્સની સાથે
જનરલ રાવતે કહ્યું કે, અમે કોરોના વોરિયર્સનો આભાર વ્યક્ત કરીએ છીએ. ડોક્ટર, નર્સ, સફાઇ કર્મચારી, પોલીસ, હોમગાર્ડ, ડિલિવરી બોય અને મીડિયા સરકારનો આ સંદેશ જનતા સુધી પહોંચાડી રહ્યા છે કે મુશ્કિલ સમયમાં પણ જીવનને કઇ રીતે ચલાવાઇ રહ્યું છે. રેડ જોનમાં મિલિટ્રીને તહેનાતીની સંભાવના અંગે બિપિન રાવતે કહ્યું કે, અમારા પોલીસ જવાન ખુબ જ સારી કામગીરી કરી રહ્યા છે. તેઓ રેડ જોનમાં સારી કામગીરી કરી રહ્યા છે અને યોગ્ય પગલા ઉઠાવવા માટે સક્ષમ છે. એટલા માટે રેડ ઝોનમાં આર્મીને ફરજ સોંપવાની જરૂર નથી.


લોકડાઉન 3.0: ટ્રેન-પ્લેન-મેટ્રો રહેશે બંધ, આટલી બાબતોને સરકારે આપી છુટ

આર્મીમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના 14 કેસ
આર્મીના જવાનોમાં કોરોના સંક્રમણ ફેલાવાના સવાલ અંગે આર્મી ચીફે જણાવ્યુ કે, આર્મીમાં સૌથી પહેલા કોરોનાથી જે જવાન સંક્રમિત થયો હતો, તે હવે સંપુર્ણ સ્વસ્થ છે. આર્મીમાં અત્યાર સુધી 14 કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા છે અને તે પૈકી 5 સ્વસ્થય થઇને કામ પર પણ પરત ફરી ચુક્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube