વૈજ્ઞાનિકોનો દાવો: કોરોના 2022 સુધી માનવજાતનો પીછો નહી છોડે, સરકારો લોકોને ખોટા આશ્વાસન બંધ કરવા જોઇએ

કોરોના વાયરસ અને તેનાથી લાગતો ચેપ એટલો ઝડપથી માણસોનો પીછો નહી છોડે. નિષ્ણાંતોની એક ટીમનો દાવો છે કે, કોરોના વાયરસ મહામારી આગામી બે વર્ષ સુધી ચાલે તેવી શક્યતા છે. આ નિષ્ણાંતોની સલાહ છે કે સરેસાશ તેને 2022 સુધી કાબુ નહી કરી શકે અને તે ત્યારે જ કાબુમાં આવશે જ્યારે તેના માટેની ઇમ્યુનિટી પેદા ન થઇ જાય.

વૈજ્ઞાનિકોનો દાવો: કોરોના 2022 સુધી માનવજાતનો પીછો નહી છોડે, સરકારો લોકોને ખોટા આશ્વાસન બંધ કરવા જોઇએ

ન્યૂયોર્ક : કોરોના વાયરસ અને તેનાથી લાગતો ચેપ એટલો ઝડપથી માણસોનો પીછો નહી છોડે. નિષ્ણાંતોની એક ટીમનો દાવો છે કે, કોરોના વાયરસ મહામારી આગામી બે વર્ષ સુધી ચાલે તેવી શક્યતા છે. આ નિષ્ણાંતોની સલાહ છે કે સરેસાશ તેને 2022 સુધી કાબુ નહી કરી શકે અને તે ત્યારે જ કાબુમાં આવશે જ્યારે તેના માટેની ઇમ્યુનિટી પેદા ન થઇ જાય.

બ્લૂમબર્ગમાં છપાયેલા અહેવાલમાં અમેરિકાના સેન્ટર ફોર ઇન્ફેક્શિયસ ડિસીઝ (CIDRAP) ના ડાયરેક્ટર ક્રિસ્ટન મૂર, ટુલાને યૂનિવરસિટીની પબ્લિક હેલ્થ હિસ્ટોરિયન જોન બૈરી અને હાવર્ડ સ્કુલ ઓફ પબ્લિક હેલ્થના મહામારી વિજ્ઞાની માર્ક લિપ્સિચે મળીને લખી છે.

લોકડાઉન 3.0: ટ્રેન-પ્લેન-મેટ્રો રહેશે બંધ, આટલી બાબતોને સરકારે આપી છુટ
આ અહેવાલમાં લખાયેલી મહત્વની વાતો સરળ શબ્દોમાં
- હાલનાં ઇતિહાસની 2009-10ની ફ્લૂની તુલનાએ નવો કોરોના વાયરસને કાબુ કરવો મુશ્કેલ છે કારણ કે આપણી વચ્ચે એવા લોકો પણ રહે છે જેનામાં આ બિમારીના લક્ષણ નથી દેખાતા. જો કે તેઓ બીજા સુધી તેને ફેલાવી શકે છે. હવે એવાતનો ડર છે કે લોકોમાં લક્ષણ ત્યારે સામે આવી રહ્યા છે જ્યારે તેમના સંક્રમણ ખુબ જ ફેલાઇ ચુક્યું હોય.
- કોરોના 2022 એટલા માટે સત્ય હોઇ શકે છે કારણ કે સમગ્ર વિશ્વમાં અબજો લોકો લોકડાઉનનાં કારણે બંધ હતા. આ કારણે સંક્રમણની ચેઇનમાં બ્રેક લાગી છે. જો કે હવે બિઝનેસ અને જાહેર સ્થળો ખુલવાનાં કારણે ખતરો ફરી એકવાર વધી જશે. એવામાં કોરોના વાયરસ મહામારીના વેવ્ઝ(મોજા) આવતા રહેશે. કારણ કે ત્યાં સુધીમાં 70 ટકા લોકો સુધી વૈક્સિન પહોંચાડી શકાશે. 
- સરકારોને લોકો સુધી તે વાત પહોંચાડવી પડશે કે આ બિમારી ઝડપથી પુરી નહી થાય. એવામાં તેમને આગામી 2 વર્ષો માટે વારંવાર આવનારા વેવ્સ માટે પોતાની જાતને તૈયાર રાખવી પડશે. 
- વૈજ્ઞાનિકો વૈકેસીન બનાવવા માટે દોડાદોડી કરી રહ્યા છે અને શક્યતા છે કે, 2020ના અંત સુધીમાં કેટલાક પ્રમાણમાં વૈક્સીન મળી પણ જાય, પરંતુ મોટી વસ્તી માટે વિકસિત કરવી એક મુશ્કેલી છે. 
- અમેરિકાનું ઉદાહરણ લોકોની સામે જ છે 2009-10માં ફેલાયેલી ફ્લુ મહામારીથી ઇમ્યુનિટી માટે મોટા પ્રમાણમાં વૈક્સિન ત્યારે મળ્યું હતું, પરંતુ ત્યા સુધી મહામારી પીક પર પહોંચી ચુકી હતી. અધ્યનમાં અનુમાન લગાવાયું છે કે વૈક્સીન શોટ્સનાં કારણે અમેરિકામાં 15 લાખ કેસ પર કાબુ મેળવી લેવાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news