Army Chopper Crash: 6 વર્ષ પહેલાં ક્રેશ થયું હતું બિપિન રાવતનું હેલીકોપ્ટર, નાગાલેન્ડ દુર્ઘટનામાં માંડ-માંડ બચ્યો હતો જીવ
વર્ષ 2015માં નાગાલેન્ડના દીમાપુરમાં એક હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું, તે હેલીકોપ્ટરમાં લેફ્ટિનેન્ટ જનરલ બિપિન વારત સહિત સેનાના ત્રણ જવાન સવાર હતા.
નવી દિલ્હીઃ તમિલનાડુમાં બુધવારે નીલગિરી જિલ્લાના કુન્નૂરમાં વરિષ્ઠ રક્ષા અધિકારીઓને લઈને જઈ રહેલું સેનાનું હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયું. આ હેલીકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત સહિત 14 લોકો સવાર હતા. દુર્ઘટનામાં અત્યાર સુધી 13 લોકોના મોત થવાની માહિતી સામે આવી રહી છે. દેશ બિપિન રાવતની સલામતીની દુવા માંગી રહ્યો છે.
ત્યારે માંડ-માંડ બચ્યા હતા બિપિન રાવત
ઘટના ત્રણ ફેબ્રુઆરી 2015ની છે. સમય આજ સવારે 9 અને 10 વચ્ચોનો હતો. નાગાલેન્ડના દીમાપુર જિલ્લાના હેલીપેડથી હેલીકોપ્ટર ઉડાન ભરી રહ્યું હતું. તેમાં લેફ્ટિનેન્ટ જનરલ બિપિન રાવત સહિત સેનાના ત્રણ જવાન સવાર હતા. હેલીકોપ્ટરે ઉડાન ભરી ત્યારે એન્જિન જમીનથી આશરે 20 ફુટની ઉંચાઈ પર રોકાય ગયું. હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું, તેમાં સવાર લોકોને સામાન્ય ઈજા થઈ હતી.
આ પણ વાંચોઃ CDS બિપિન રાવતનું હેલીકોપ્ટર ક્રેશ, 13 લોકોના મોત, DNA ટેસ્ટથી થશે ઓળખ
કુન્નૂર દુર્ઘટનામાં અત્યાર સુધી 13 લોકોના મૃત્યુ
કુન્નૂરમાં સેનાના વરિષ્ઠ અધિકારીઓને લઈને જઈ રહેલું હેલીકોપ્ટર દુર્ઘટનાનો શિકાર થઈ ગયું, તેમાં 13 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, તો અન્યની સારવાર ચાલી રહી છે.
દુર્ઘટનાગ્રસ્ત વાયુસેનાના આ એમઆઈ17-વી5 હેલીકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત અને અન્ય લોકો સવાર હતા. જાણવા મળી રહ્યું છે કે ક્રેશ હેલીકોપ્ટર થોડા સમયમાં લેન્ડ કરવાનું હતું. આ દુર્ઘટના બાદ દિલ્હીમાં બેઠકો શરૂ થઈ ગઈ છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ પળે પળેની માહિતી મેળવી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube