હેલીકોપ્ટર દુર્ઘટનામાં CDS બિપિન રાવત અને તેમના પત્નીનું નિધન, ભારતીય સેનાએ કરી પુષ્ટિ
આ દુર્ઘટનામાં કુલ 13 લોકોના મૃત્યુ થવાના સમાચાર મળી રહ્યા છે. જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત છે. સીડીએસ બિપિન રાવત અને તેમના પત્નીનું પણ આ દુર્ઘટનામાં નિધન થયું છે.
Trending Photos
નવી દિલ્હીઃ Bipin Rawat Helicopter Crashes: તમિલનાડુના નીલગિરી જિલ્લાના કુન્નૂરમાં બુધવારે મોટી દુર્ઘટના થઈ છે અને ભારતીય વાયુસેનાનું એક હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. હેલીકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન વારત સહિત સેનાના અન્ય લોકો સવાર હતા. તેઓ એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે જઈ રહ્યાં હતા. આ દુર્ઘટનામાં સીડીએસ જનરલ બિપિન રાવતનું નિધન થયું છે. સાથે તેમના પત્ની મધુલિકા રાવતનું પણ મૃત્યુ થયું છે. ભારતીય સેનાએ આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી છે.
14 લોકો હતા સવાર
હેલીકોપ્ટરમાં 14 લોકો સવાર હતા, જેમાંથી 9 લોકોના નામ સામે આવ્યા છે. હેલીકોપ્ટરમાં જનરલ બિપિન રાવત (CDS Bipin Rawat) અને તેમના પત્ની મધુલિકા રાવત સિવાય ઘણા સીનિયર અધિકારી સામેલ હતા. દુર્ઘટનામાં અત્યાર સુધી 13 લોકોના મોત થવાના સમાચાર સામે આવી રહ્યા છે. બધાના મૃતદેહ કાઢી લેવામાં આવ્યા છે.
Indian Air Force announces the demise of CDS General Bipin Rawat along with 12 others in chopper crash pic.twitter.com/8Ebrz6OoQZ
— ANI (@ANI) December 8, 2021
ક્યાં ક્રેશ થયું હેલીકોપ્ટર?
તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે સવારે ભારતીય વાયુસેનાનું હેલીકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલીકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, તેમના પત્ની અને બાકી સ્ટાફ હાજર હતો. જે જગ્યાએ આ હેલીકોપ્ટર ક્રેશ થયું છે, ત્યાં આસપાસ જંગલ છે. આ કારણ છે કે રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલી આવી રહી છે.
હેલીકોપ્ટરમાં બિપિન રાવત સાથે કોણ-કોણ હતા?
આ હેલીકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત, બ્રિગેડિયર એલએસ લિડ્ડર, લેફ્ટિનેન્ટ કર્નલ હરજિંદર સિંહ, નાયક ગુરસેવક સિંહ, નાયક જિતેન્દ્ર કુમાર, લાન્સ નાયક વિવેક કુમાર, બી સાઈ તેજા અને હવલદાર સતપાલ સામેલ હતા.
ક્યાં જઈ રહ્યા હતા બિપિન રાવત?
જાણકારી પ્રમાણે સીડીએસ બિપિન રાવત દિલ્હીથી સુલૂર સુધીની સફર કરી રહ્યા હતા. ત્યાં તમિલનાડુા વેલિંગ્ટનમાં સીડીએસ બિપિન રાવત એક કાર્યક્રમમાં સામેલ થવાનું હતું. સીડીએસ બિપિન રાવતે વેલિંગ્ટનની આર્મી કોલેજમાં લેક્ચર આપવાનો હતો. સુલૂરથી કુન્નૂર પહોંચેલું આ વિમાન ક્રેશ થઈ ગયું, જ્યાં પર ક્રેશ થયું તે જંગલનો વિસ્તાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે