દિલ્હી : આજે ટોચના કાશ્મીરી રાજકારણી અને જમ્મુ એન્ડ કાશ્મીર નેશનલ કોન્ફરન્સના ચેરમેન ફારુક અબ્દુલ્લાનો જન્મદિવસ છે. તેમનો જન્મ 21 ઓક્ટોબર, 1937ના દિવસે થયો હતો. તેઓ ટોચના નેશનલ કોન્ફરન્સના નેતા શેખ અબ્દુલ્લાહ અને બેગમ અકબર જેહાન અબ્દુલ્લાહનું સંતાન હતા અને તેમનો દીકરો ઓમર અબ્દુલ્લા જમ્મુ અને કાશ્મીરના ચીફ મિનિસ્ટરની જવાબદારી નિભાવી ચુક્યો છે. ફારુક અબ્દુલ્લા પોતે પણ એક કરતા વધારે વખત કાશ્મીરના ચીફ મિનિસ્ટર રહી ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફારુક અબ્દુલ્લાની રાજકીય કરિયરથી તો બહુ માહિતગાર છે પણ તેમના અંગત જીવન વિશે બહુ ઓછા લોકો જાણે છે. ફારુકે પોતાનો અભ્યાસ Tyndale Biscoe Schoolમાંથી કર્યો હતો અને પછી જયપુરની SMS Medical Collegeમાંથી એમબીબીએસની ડિગ્રી મેળવી હતી. આ પછી તેમણે યુકેમાં મેડિસીનની પ્રેકટિસ કરવાનો નિર્ણય લીધો હતો. કાશ્મીર માટે આંત્યાતિક વલણ ધરાવતા ફારુકે લગ્ન કરવા માટે બ્રિટીશ મૂળની યુવતી પસંદ કરી હતી અને તેની સાથે આજીવન સંસાર નિભાવી જાણ્યો છે એ વિશે બહુ ઓછા લોકોને ખબર છે. 


ફારુક ઈંગ્લેન્ડમાં ઉચ્ચ અભ્યાસ ભણ્યા હતા. તેઓ મેડિસીનનું ભણતા હતા ત્યારે મૂળ બ્રિટીશર નર્સ મોલી સાથે તેમને પ્રેમ થઈ ગયો હતો અને આખરે તેમણે લગ્ન કરી લીધા હતા. બંનેનાં લગ્ન ૬૦ના દાયકામાં થયા હતા અને લગ્ન પછી મોલી કાશ્મીર આવેલા, પરંતુ તેઓ ઘણા સમયથી તેમની દીકરી હિના સાથે લંડન જ રહે છે. 2014 કાશ્મીરની વિધાનસભાની ચૂંટણી વખતે ફારુક બીમાર પડેલા ત્યારે તેમને મોલીએ પોતાની કિડની આપીને જીવતદાન આપ્યું હતું અને ત્યારથી ફારુકનો એકએક શ્વાસ પત્ની મોલીને આભારી છે. ફારુક અને મોલીને દીકરો ઓમર અને દીકરી સફિયા, હીના અને સારા છે. ફારુકની એક દીકરી સારા કોંગ્રેસના નેતા સ્વ. રાજેશ પાઇલોટના દીકરા સચીનને પરણી છે. ફારુકના દીકરા અને પૂર્વ મુખ્ય મંત્રી ઓમરનો જન્મ પણ યુકેના એસેક્સમાં થયો છે.


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક....