નવી દિલ્હીઃ કવિતાઓ મનના ઉડાંણથી નીકળે છે અને મન ઉંડાણ સુધી પહોંચે છે. એવામાં અત્યારના સમયમાં સૌથી લોકપ્રિય અને ચર્ચિત વ્યક્તિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સમજવા માટે તેમણે લખેલી કવિતાઓથી વધુ સારૂ શું હોય શકે છે અને આ કવિતાઓને વાંચવા માટે તેમના જન્મદિવસથી વધુ સારો દિવસ કયો હોય શકે છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર પસ્તુત છે તેમના દ્વારા લખેલી કેટલીક કવિતાઓ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી મોદીની કવિતાઓ રહસ્યમય લાગે છે. તેનું કારણ આ છે કે પીએમ મોદીની કવિતાઓનો વિષય-વસ્તુમાં અધિકાર અને વૈરાગ્ય એક સાથે જોવા મળે છે. આ કવિતાઓને વાંચીને એક પળ એવું લાગશે કે તેઓ આખા સંસારને મુઠ્ઠીમાં કરવાનું સાહસ અને ઇરાદો રાખતા હોય છે. અને કવિતાની બીજી પંક્તિ પરમ વીતરાગી સન્યાસીની હોય છે. તેમને બધુ જ જોઇએ, પરંતુ કોઇપણ વસ્તુનો તેમને મોહ નથી. આ તેમની કવિતાની સુંદરતા છે. આવો તેમની કેટલીક પસંદગીની કવિતાઓના ઉંડાણમાં જઇએ...


1. ટહુકે વસંત
પીએમ મોદીની આ કવિતા છે - વસંતનું આગમન. આ કવિતામાં તેમણે જીવનના બદલતા ઋત-ચક્રના રૂપમાં લખી છે-


અંતમાં આરંભ અને આરંભમાં અંત.
પાનખરના હૈયામાં ટહુકે વસંત.
સોળ વરસની વય, ક્યાંક કોયલનો લય,
કેસૂડાંનો કોના પર ઊછળે પ્રણય?


ભલે લાગે છે રંક પણ ભીતર શ્રીમંત.
પાનખરના હૈયામાં ટહુકે વસંત.
આજે તો વનમાં કોના વિવાહ,
એક એક વૃક્ષમાં પ્રકટે દીવા.
આશીર્વાદ આપવા આવે છે સંત.
પાનખરના હૈયામાં ટહુકે વસંત.


2. ઓચ્છવ
વડાપ્રધાન મોદીની આ કવિતા ખુબ જ પસંદ છે. તેમણે આ કવિતાને એક વાર મકર સંક્રાંતિના તહેવાર પર ટ્વીટ કરી શેર પણ કરી ચુક્યા છે-


પતંગ....
મારે માટે ઊર્ધ્વગતિનો ઓચ્છવ
મારું સૂર્ય તરફનું પ્રયાણ..


પતંગ....
મારો ભવભવનો વૈભવ
મારી જ દોર મારા હાથમાં
પૃથ્વી પર આ પગ
ને આકાશમાં
કોઇ વિહંગ હોય એવો


મારો પતંગ....
અનેક પતંગોની વચ્ચે પણ
મારો પતંગ અટવાતો નથી
કોઇ વૃક્ષની ડાળીઓમાં
ક્યાંય ભેરવાતો નથી.


પતંગ -
- જાણે કે મારો ગાયત્રી મંત્ર.
શ્રીમંત હોય, ધીમંત હોય
કે રંક હોય -
બધાને જ ‘કટી પતંગ’
ભેગા કરવાનો આનંદ.
આ આનંદ પણ નોખો-અનોખો
કપાયેલા પતંગ પાસે
આકાશનો અનુભવ છે.
હવાની દિશાની ગતિનું જ્ઞાન છે.
પોતે એકવાર ઊંચે ગયોને ત્યાં થોડુંક રહ્યો
અને પત્યક્ષ પ્રમાણ છે.


પતંગ....
મારું સૂર્ય તરફનું પ્રયાણ.
પતંગનો જીવ દોરમાં
પતંગનો શિવ વ્યોમમાં
પતંગનો દોર મારા હાથ
મારો દોર શિવજીના હાથ
પતંગ કાજે પવનવાટ
શિવજી બેઠા હિમઘાટ
પતંગનાં સપનાં માનવથી ઊંચા અદકાં
પતંગ ઊડે શિવજીને ખોળે
માનવ ભોંય બેઠો ગૂંચ ઉકેલે.


3. સનાતન મોસમ
આ કવિતા પીએમ મોદીના કવિતા સંગ્રહ ‘આંખ આ ધન્ય છે’માંથી લીધી છે. આ કવિતા સંગ્રહમાં તેમણે પોતાના જીવન-દર્શન અને જળવાયુ પરિવર્તનથી જોડાયેલા મુદ્દાઓ પર પોતાના વિચાર વ્યક્ત કર્યા છે.


રોજ રોજ આ સભા, આ માણસોની મેદની
ટોળે વળતાં કેમેરા-મેન
આંખને આંજી દેતો ધોધમાર પ્રકાશ
અવાજને એન્લાર્જ કરતું આ માઇક
- આ બધાથી ટેવાઇ નથી ગયો
એ પ્રભુની મહેરબાની.


હજી પણ મને વિસ્મય થાય છે
કે ક્યાંથી પ્રકટે છે આ શબ્દોનો ધોધ?
ક્યારેક અન્યાય સામે
મારા અવાજની આંખ ઊંચી થાય છે
તો ક્યારેક શબ્દોની શાંત નદી
નિરાંતને જીવે વહે છે,
ક્યારેક વહે છે શબ્દોનો વાસંતી વૈભવ.
શબ્દો આપમેળે અર્થના વાઘા પહેરી લે છે
શબ્દનો કાફલો વહ્યા કરે છે.
અને હું જોયા કરું છું એની ગતિ.


આટલા બધા શબ્દોની વચ્ચે
હું સાચવું છું મારું એકાન્ત
અને મૌનના ગર્ભમાં પ્રવેશી
માણું છું કોઇ સનાતન મોસમ.


4. તસવીરની પાર
આ કવિતા પણ પીએમ મોદીના કવિતા સંગ્રહ ‘આંખ આ ધન્ય છે’માંથી લીધી છે.


હું મારી તસવીરમાં છું અને નથી
હું મારા પોસ્ટરમાં છું અને નથી
આમાં કોઇ વિરોધ 
કે નથી વિરોધાભાસ...


તસવીર આત્મા જેવી નથી
એ તો પાણીથી ભીંજાય
ને અગ્નિથી બળે.
એ ભીંજાય કે બળે ત્યારે
મને કશું ન થાય.


તમે મને મારી તસવીરમાં કે પોસ્ટરમાં
શોધવાનો મિથ્યા પ્રયત્ન ન કરો.
હું તો પલાંઠી વાળીને બેઠો છું
મારાં આ્મવિશ્વાસમાં -
મારી વાણી, વર્તન અને કર્મમાં.


તમે મને મારા કાર્યથી જ ઓળખો
કાર્ય એ જ મારું જીવન-કાવ્ય.
કાવ્યમાં છંદની શિસ્ત છે
લયતાલ છે.
પારણે ગીતાસાર
બારણે કર્મધાર
તમારા સૌને માટે અકારણ આર્દ્ર
કુંવારું વ્હાલ છે.

5. હાલમાં જ પીએમ મોદીએ મોર પર લખેલી કવિતા
भोर भयो, बिन शोर,
मन मोर, भयो विभोर,
रग-रग है रंगा, नीला भूरा श्याम सुहाना,
मनमोहक, मोर निराला।


रंग है, पर राग नहीं,
विराग का विश्वास यही,
न चाह, न वाह, न आह,
गूँजे घर-घर आज भी गान,
जिये तो मुरली के साथ
जाये तो मुरलीधर के ताज।


जीवात्मा ही शिवात्मा,
अंतर्मन की अनंत धारा
मन मंदिर में उजियारा सारा,
बिन वाद-विवाद, संवाद
बिन सुर-स्वर, संदेश
मोर चहकता मौन महकता।


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube