નવી દિલ્હી: વડાપ્રધાન નરેંદ્ર મોદી શુક્રવાર (6 એપ્રિલ)ના રોજ ભાજપના 38મા સ્થાપના દિવસ પર પાંચ લોકસભાના સીટોના પાર્ટી કાર્યકર્તાઓ અને 734 જિલ્લા એકમોના અધ્યક્ષને મળશે. ભાજપે ગુરૂવારે (5 એપ્રિલ)ના રોજ એક નિવેદનમાં આ જાણકારી આપી. પીએમ મોદી પોતાની એપના માધ્યમથી વીડિયો કોન્ફ્રેંસના માધ્યમથી આ કાર્યકર્તાઓ અને અધ્યક્ષોને મળશે. પાર્ટી અધ્યક્ષ અમિત શાહ પાર્ટીના સ્થાપના દિવસના અવસર પર એક જનસભાને સંબોધિત કરશે. જે પાંચ લોકસભા સીટોની પસંદગી કરવામાં આવી છે. તેમાં નવી દિલ્હી, ઉત્તર પૂર્વી દિલ્હી, હિમાચલ પ્રદેશની હમીરપુર, ઉત્તર મધ્ય મુંબઇ અને બિહારની સારણ સીટનો સમાવેશ થાય છે. આ સીટોના સાંસદ ક્રમશ: મીનાક્ષી લેખી, મનોજ તિવારી, અનુરાગ ઠાકુર, પૂનમ મહાજન અને રાજીવ પ્રતાપ રેડ્ડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નરેંદ્ર મોદી આ પાંચ સીટોના હજારો કાર્યકર્તાઓ સાથે વાતચીત કરશે. આ ઉપરાંત તે જિલ્લા અધ્યક્ષો અને તેમની ટીમના સભ્યો સાથે વાતચીત કરશે અને તેમના પ્રશ્નોના જવાબ આપશે. નિવેદન અનુસાર નેતાઓના વિચારો સાંભળશે અને સરકારની કલ્યાણ યોજનાઓની જાણકારી શેર કરશે. તે તેમના પ્રશ્નોના જવાબ પણ આપશે.


બીજી તરફ ભાજપ આગામી લોકસભાની ચૂંટણી માટે પોતાના અભિયાનની શરૂઆત શુક્રવાર (6 એપ્રિલ)ના રોજ પાર્ટીના 38મા સ્થાપના દિવસ પર પોતાની તાકાતની ઝલક બતાવીને કરશે. પાર્ટીના એક પદાધિકારીએ બુધવારે (4 એપ્રિલ) આ વાતની જાણકારી આપી. આ અવસર પર ભાજપ અધ્યક્ષ અમિત શાહ, નિતિન ગડકરી, દેવેંદ્ર ફડણવીસ, રાજ્ય ભાજપ એકમના અધ્યક્ષ રાવસાહેબ દાનવે પાટીલ અને અન્ય ટોચના પદાધિકારીઓ હાજર રહેશે, જે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરશે. દાનવે પાટીલે કહ્યું ''આ વિશાળ સંમેલનમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, કર્ણાટક અને તમિલનાડુના ત્રણ લાખથી વધુ કાર્યકર્તા જેમાં બૂથ સ્તરથી માંડીને સંસદ સભ્ય સામેલ થશે.' 


અમિત શાહ અહી પાર્ટીની કોર સમિતિના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરશે. તે શુક્રવારે (6 એપ્રિલ)ના રોજ બ્રાંદ્વા-કુર્લાની રેલીને સંબોધિત કરશે. તેમણે કહ્યું 'અમે ઇચ્છીએ છીએ કે બૂથ સ્તરના કાર્યકર્તાઓ અહીં આવે. તે જમીની સ્તરના લોકો છે. તેમણે પાર્ટીનું વિરાટ સ્વરૂપ જોવું જોઇએ.' જોકે તેમણે એ સ્પષ્ટ કરી દીધું છે કે આ ભાજપનું આંતરિક સંમેલન છે અને તેમાં કોઇ અન્ય પાર્ટીના નેતાને આમંત્રિત ક્રવામાં આવ્યા નથી. 


(ઇનપુટ એજન્સીમાંથી)