મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં હવે નવી ખીચડી પકાઈ રહી હોય તેવું લાગે છે અને જૂના સાથીઓ એકસાથે આવે તેવો ગણગણાટ છે. ભાજપથી અલગ થઈને કોંગ્રેસ અને એનસીપી સાથે સરકાર બનાવનારી શિવસેના હવે વળી પાછી પોતાના જૂના સહયોગી તરફ વળી રહી હોય તેવું લાગે છે. આ વાતનો સંકેત બંને બાજુથી મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમે દુશ્મન નથી
ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણનીસે રવિવારે કહ્યું કે તેમની પાર્ટી અને પૂર્વ સહયોગી શિવસેના દુશ્મન નથી. જો કે તેમની વચ્ચે કેટલાક મુદ્દે મતભેદ છે અને કહ્યું કે રાજકારણમાં કોઈ પણ-પરંતુ હોતું નથી. પૂર્વ મુખ્યમંત્રીએ ફરી શિવસેના સાથે જવાના સવાલ પર આ જવાબ આપ્યો હતો. 


જ્યારે એવું પૂછવામાં આવ્યું કે શું બંને પૂર્વ સહયોગીઓ ફરીથી એક સાથે આવવાની શક્યતા છે તો ફડણવીસે કહ્યું કે સ્થિતિના આધારે જ યોગ્ય નિર્ણય લેવાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે તેમની હાલની બેઠક અને શિવસેના સાથે ફરી જવાની સંભાવના પર પૂછવામાં આવતા ફડણવીસે કહ્યું કે 'રાજકારણમાં કોઈ પણ-પરંતુ હોતું નથી અને હાલાત મુજબ નિર્ણય લેવામાં આવતા હોય છે.'


UP Assembly Election 2022: Yogi Adityanath એ અસદુદ્દીન ઓવૈસીને ગણાવ્યા દેશના મોટા નેતા, પડકાર સ્વીકાર્યો


શિવસેનાએ વિરોધીઓ સાથે હાથ મિલાવ્યા
પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે ભાજપ અને શિવસેના દુશ્મન નથી. જો કે મતભેદ છે. સ્થિતિ મુજબ યોગ્ય નિર્ણય લેવાશે. ફડણવીસે કહ્યું કે અમારા મિત્ર (શિવસેના) એ અમારી સાથે 2019માં વિધાનસભા ચૂંટણી લડી. પરંતુ ચૂંટણી બાદ તેમણે તે લોકો (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ) સાથે હાથ મિલાવી લીધા જેમના વિરુદ્ધ અમે ચૂંટણી લડી હતી. 


ફડણવીસે કહ્યું કે કેન્દ્રીય તપાસ એજન્સીઓ હાઈકોર્ટના આદેશ પર મહારાષ્ટ્રમાં વિભિન્ન મામલે તપાસ કરી રહી છે અને તેમના પર કોઈ રાજકીય દબાણ નથી. ફડણવીસનું આ નિવેદન તાજેતરમાં શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ આવ્યું છે. ઠાકરેએ ગત મહિને દિલ્હી પ્રવાસ પર પ્રધાનમંત્રી સાથે અલગથી મુલાકાત કરી હતી. 


રાઉત કરી ચૂક્યા છે સ્પષ્ટતા
આ અગાઉ શિવસેના સાંસદ સંજય રાઉતે શનિવારે ભાજપના નેતા આશીષ શેલાર સાથે પોતાની મુલાકાતો અંગે ઉડી રહેલી અફવાઓને ફગાવવાની કોશિશ કરી હતી. શિવસેનાના મુખ્ય પ્રવક્તાએ કહ્યું કે અમારી વચ્ચે રાજનીતિક અને વૈચારિક મતભેદો હોઈ શકે છે. પરંતુ જો અમે જાહેર કાર્યક્રમોમાં આમને સામને આવીએ તો અભિવાદન જરૂર કરીશું. હું શેલાર સાથે બધાની સામે પણ કોફી પીવું છું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube