કોલકાતા : પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં પોલીસ કમિશ્નર રાજીવ કુમારની પુછપરછ કરવા માટે પહોંચેલી કેન્દ્રીય તપાસ પંચ (સીબીઆઇ) ટીમનાં 5 સભ્યોની રાજ્ય પોલીસે ધરપકડ કરી છે. આ રાજનીતિક ડ્રામા મુદ્દે ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ સ્પષ્ટ રીતે સામ સામે આવી ગયા છે. કેન્દ્રીય રાજ્યમંત્રી બાબુલ સુપ્રીયોએ કહ્યું કે, એક ભ્રષ્ટ મુખ્યમંત્રી મમતા બેનર્જીની આ દુષ્ટ સરકારને નિયંત્રિત કરવા માટે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવવું જોઇએ. પોતાના ભ્રષ્ટ અને બગડેલા સાથીઓને બચાવવા માટે મમતાએ એક સંવૈધાનિક સંકટ પેદા કરી દીધું છે. 


CBIvsPolice: અધિકારીઓની ધરપકડ સુપ્રીમની સ્પષ્ટ અવગણના, CBI પાસેછે આ વિકલ્પ

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકશાહી ખતમ
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને પશ્ચિમ બંગાળ પ્રભારી કૈલાશ વિજય વર્ગીએ મમતા બેનર્જી સરકાર પર શાબ્દીક પ્રહાર કરતા કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં લોકશાહી ખતમ થઇ રહી છે. સીબીઆઇ સુપ્રીમ કોર્ટનાં આદેશ પર તપાસ કરી રહી છે. જો કે તેની પરવાનગી નથી આપવામાં આવી. સીબઆઇ અધિકારીઓને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા. આઝાદી બાદ એવું પહેલીવાર થયું છે, અમે તેની નિંદા કરીએ છીએ. 


જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની કમર તોડી નાખીશું: વડાપ્રધાન મોદી

તખતા પલટની યોજના
ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને કહ્યું કે, ભાજપ સંવૈધાનિક તખ્તાપલટની યોજના બનાવી રહ્યું છે. સીબઈઆઇનાં 40 અધિકારીઓએ કોલકાતા પોલીસ કમિશ્નરનાં ઘરને ઘેરી લીધું હતું. એવું કરીને આ લોકો સંવૈધાનિક સંસ્થાઓનો વિનાશ કરી રહી છે. જે વિપક્ષી દળ ઇચ્છે છેકે મોદીએ જવું જોઇએ, અમે  તે તમામ સાથે સોમવારે સંસદમાં પહોંચી રહ્યા છીએ. 


CBIvsPolice: દેશના ઇતિહાસમાં પહેલીવાર પોલીસ દ્વારા પુછપરછ માટે CBI અધિકારીઓને કસ્ટડીમાં લેવાયા

કેજરીવાલનું નિવેદન
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ મુદ્દે કહ્યુ કે, મોદીજીએ લોકશાહી અને સંઘીય ઢાંચાને તોડવાનો પ્રયાસ કર્યો છે. થોડા વર્ષો પહેલા મોદીજીએ અર્ધસૈનિક દળોને મોકલીને દિલ્હી સરકારની એન્ટી કરપ્શન બ્યુરો બ્રાંચ પર કબ્જો કરી લીધો અને હવે તેઓ મોદી-શાહની જોડી ભારત અને તેની લોકશાહી માટે ખતરો છે. અમે તે અંગે કાર્યવાહીની ઘોર નિંદા કરીએ છીએ. 
 


અરૂણ જેટલીનો વ્યંગ: સરકારનાં દરેક નિર્ણય સાથે ખડસે અસંમત હોય છે

Twitter પર આરોપ પ્રત્યારો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી રવિવારે આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટીના સર્વોચ્ચ નેતૃત્વને ખરાબ રીતે રાજનીતિક બદલાની ભાવનાથી કામ કરી રહ્યું છે. મમતાએ આરોપ લગાવ્યો કે, આ પોલીસને કબ્જામાં કરવા તથા તમામ સંસ્થાઓને બરબાદ કરવા માટે સત્તાનો દુરૂપયોગ કરી રહ્યા છે. મમતાએ એક શ્રૃંખલાબદ્ધ ટ્વીટમાં કહ્યું કે, ભાજપનું ટોપનું નેતૃત્વ રાજનીતિક બદલાની કાર્યવાહી કરી રહ્યું છે. ન માત્ર રાજનીતિક દળ તેમના નિશાન પર છે. પરંતુ પોલીસને નિયંત્રણમાં લેવા અને સંસ્થાઓને બરબાદ કરવા માટે તેઓ સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. તેની નિંદા કરીએ છીએ.