જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની કમર તોડી નાખીશું: વડાપ્રધાન મોદી

શ્રીનગરમાં એક કાર્યક્રમ સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દરેક આતંકવાદીને મુંહતોડ જવાબ આપવામાં આવશે

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની કમર તોડી નાખીશું: વડાપ્રધાન મોદી

શ્રીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું કે, નિયંત્રણ રેખાની પાર લક્ષિત હુમલા (સર્જીકલ સ્ટ્રાઇક) કરીને ભારતે આતંકવાદને પહોંચી વળવા માટે વિશ્વને પોતાની નવી નીતિ અને રીતથી માહિતગાર કર્યા. શ્રીનગરમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દરેક આતંકવાદીને મુંહતોડ જવાબ આપવામાં આવશે. સરકાર ખીણમાં આતંકવાદીઓની કમર તોડી નાખશે. 

વડાપ્રધાને કહ્યું કે, હું જમ્મુ કાશ્મીર અને દેશનાં તમામ યુવાનોને આશ્વસ્ત કરુ છું કે સરકાર દરેક આતંકવાદીઓને મુંહતોડ જવાબ આપશે. અમે રાજ્યમાં આતંકવાદીઓને કમર તોડી નાખીશું. વડાપ્રધાન મોદીએ શ્રીનગરમાંક હ્યું કે, અમે દરેક આતંકવાદીઓને યોગ્ય પદ્ધતીથી ઉકેલીશું. 

ચૂંટણીઓ જીતવા માટે ખેડૂતોનાં દેવા માફ કરે છે કોંગ્રેસ
અગાઉ જમ્મુમાં વડાપ્રધાન મોદીએ ખેતીની લોન અંગે કોંગ્રેસનાં વચન પર નિશાન સાધતા કહ્યું કે, વિપક્ષી પાર્ટી માત્ર ચૂંટણી જીતવા માટે આ પદ્ધતીનો ઉપયોગ કરે છે અને તેમની ગત્ત યોજનાઓથી માત્ર વચેટિયાઓ અને કેટલાક ગણત્રીનાં ખેડૂતોનું જ ભલું થયું છે. મોદીએ કહ્યું કે, કોંગ્રેસ હંમેશા પોતાની કૃષી લોન માફી યોજનાથી 70-80 ટકા ગરીબ ખેડૂતોએ છોડી દીધો છે. 

મોદીએ અહીં વિજયપુરમાં એક અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એમ્સ) અને એક ભારતીય જનસંચાર સંસ્થા (IIMC) સહિત 6000 કરોડ રૂપિયાની અલગ વિકાસ યોજનાઓનો શીલાન્યાસ અને ઉદ્ધાટન કર્યું. નાગરિક (સંશોધન) વિધેયકની મજબુત ભલામણ કરતા વડાપ્રધાને વિજયપુરમાં એક રેલી સંબોધિત કરતા કહ્યું કે, તેમની સરકાર માં ભારતીના તે સંતાનો સાથે ઉભી રહેશે જેમણે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં અત્યાચારનો સામનો કર્યો હોય. અમે તે લોકોની સાથે ઉભા રહીશું જેઓ એક સમયે ભારતનો હિસ્સો હતા. પરંતુ 1947માં વિભાજનના કારણે અમારાથી અલગ થઇ ગઇ હોય. 

વડાપ્રધાને કાશ્મીરી પંડિતોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કેન્દ્ર સરકાર વિસ્થાપિત સમુદાયને સન્માન અને પ્રતિષ્ઠા અપાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે જે પીડામાંથી પસાર થવું પડ્યું, તેમણે પોતાનું ઘર છોડવું પડ્યું. મે આ અંગે ક્યારે પણ નથી કહ્યું પરંતુ તેમની પીડા મારી અંદર પણ છે. તેમણે કહ્યું કે, કેન્દ્રની સરકાર મારા કાશ્મીરી પંડિત, વિસ્થાપિત ભાઇઓ અને બહેનોનાં અધિકારો, તેમનાં સન્માન અને તેમના ગૌરવ માટે સમર્પિત છે, પ્રતિબદ્ધ છે. મોદીએ કહ્યું કે, એક તરફ તો દુશ્મનને  આકરો જવાબ આપવામાં આવી રહ્યો છે. ત્યારે બીજી તરફ સીમા પર 14 હજાર બંકર બનાવવામાં આવી રહ્યા છે, જેથી તમે તમામ સુરક્ષીત રહી શકો. તેમણે દાવો કર્યો કે, કોંગ્રેસે 2008-09માં 6 લાખ કરોડ રૂપિયાનાં કૃષી ઋણ માફીનું વચન આપ્યું હતું. પરંતુ સત્તામાં આવ્યા બાદ માત્ર 52 હજાર કરોડ રૂપિયાની દેવામાફી કરી. મોદીએ કહ્યું કે, કેગનાં અહેવાલ પરથી માહિતી મળે છે કે તેમાં આશરે 30-25 લાખ એવા લોકોની ખેતી  લોન માફ થઇ જેઓ તેના માટે યોગ્ય નહોતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news