નવી દિલ્હી : જમ્મુ કાશ્મીર અને લદ્દાખ મુદ્દે લેવાયેલા ઐતિહાસિક નિર્ણયો બાદ હવે ભાજપ ટુંક સમયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે કમર કસી ચુકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી મહિનામાં મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. અત્યારે આ રાજ્યોમાં ભાજપની સરકાર છે. એવામાં અહીં પોતાની સરકાર બચાવવા માટે ભાજપે તૈયારીઓ ચાલુ કરી દીધી છે. દિલ્હી, મહારાષ્ટ્ર તથા હરિયાણા વિધાનસભા ચૂંટણીના પહેલા ભાજપે શુક્રવારે ત્રણ રાજ્યો માટે ચૂંટણી પ્રભારી તથા ઉપ પ્રભારીઓની નિયુક્તિ કરી.ભાજપ મહાસચિવ અરૂણ સિંહે કહ્યું કે, કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરને દિલ્હીની ચૂંટણી પ્રભારી બનાવી દેવાયા છે, જ્યારે રાજ્યસભા સાંસદ ભુપેંદ્ર યાદવને મહારાષ્ટ્રનાં અને કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરને હરિયાણાના પ્રભારી બનાવવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

J&K: જમ્મુમાંથી હટાવાઇ કલમ 144, કાલથી ખુલશે શાળા અને કોલેજો
POK પણ અમારુ, પાક. સંયુક્ત રાષ્ટ્રમાં જઇને શું કરી લેશે? વિદેશ મંત્રાલય
દિલ્હીમાં જાતી અને ક્ષેત્રના ફેક્ટરનું ધ્યાન રાખ્યું
ભાજપ દ્વારા કહેવામાં આવ્યું છે, દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરને ચૂંટણી પ્રભારી તથા હરદીપ સિંહ પુરી નિત્યાનંદ રાયને ઉપ પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. હરદીપ પુરીનાં માધ્યમથી જ્યાં ભાજપ શીખ વોટર્સને સાધશે, જ્યારે નિત્યાનંદ રાય ભાજપનાં પૂર્વાંચલના મતદાતાઓને સાધશે. હરિયાણા તથા મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી આ વર્ષના અંતમાં અને દિલ્હીમાં આવતા વર્ષની શરૂઆતમાં કરાવી શકાય છે.


જમ્મુ કાશ્મીર: થાળે પડતું જનજીવન, શાળા-કોલેજો શરૂ, નેટમાં આશિક છુટછાટ
કેન્દ્રીય ટીમ દ્વારા જાહેર કરાયેલી એક જાહેરાતમાં કૈશવ પ્રસાદ મોર્યને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના સહપ્રભારી બનાવાયા છે. ભૂપેન્દ્ર ચૌધરીને હરિયાણા વિધાનસભા ચૂંટણીના સહપ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે. ઉત્તરપ્રદેશથી વિધાન પરિષદ સભ્ય કેશવ પ્રસાદ મોર્યને ચૂંટણી પ્રબંધનમાં માહેર માનવામાં આવે છે.


ભારત-પાક. વચ્ચે વધારે એક ટ્રેન રદ્દ: ઐતિહાસિક થાર એક્સપ્રેસનું સંચાલન અટક્યું
ઉપ્ર વિધાનસભા ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપ અધ્યક્ષ રહેલા કેશવ પ્રસાદમોર્યએ પ્રયાગરાજનાં ફુલપુર લોકસભા ચૂંટણીમાં 2014માં પહેલીવાર કમળ ખીલ્યું હતું. તેમનાં નેતૃત્વમાં ભાજપે સારુ પ્રદર્શન કર્યું હતું. આ જ કારણે તેમને રાજ્યના ઉપમુખ્યમંત્રી પણ બનાવાયા હતા.