નવી દિલ્હીઃ વિજય માલ્યા મામલામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ભાજપ પર હુમલો કર્યા બાદ પાર્ટી પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ અધ્યક્ષને તેમના જીજાજી રોબર્ડ વાડ્રાને લઈને આકરા સવાલ કર્યા છે. સંબિત પાત્રાએ મીડિયા સામે કહ્યું, અમે રાહુલને પૂછવા ઈચ્છીએ છીએ કે રોબર્ડ વાડ્રા જે પ્રકારે ઈનકમ ટેક્સ ચોરી કરી રહ્યાં હતા, તેના પર તમારે શું કહેવું છે. સંબિત પાત્રાએ કહ્યું કે, રોબર્ડ વાડ્રાને આવકવેરા વિભાગે નોટિસ આપી છે. આ નોટિસમાં કહેવામાં આવ્યું કે, તેના જે બાકી છે, જે તેણે 2010-11ના અસેસમેન્ટમાં છુપાવ્યા હતા, તે આપવાની વાત કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંબિત પાત્રાએ કહ્યું, ઇનકમ ટેક્સે કહ્યું કે, રોબર્ટ વાડ્રા તે પૈસા ડિપોઝિટ કરે. તેની જે કંપની છે સ્કાઇલાઇટ હોસ્પિટાલિટી તે કંપનીએ બાકી એક ષડયંત્ર હેઠળ આ આવકને છૂપાવીને રાખી હતી. જે 25 પાનાનો ઈનકમ ટેક્સ રિપોર્ટ છે. તેમાં સાત કે આઠ બિંદુ તેવા છે કે, જેનાથી ખ્યાલ આવે છે ક્યા પ્રકારે રોબર્ટ વાડ્રા અને તેની કંપનીએ ગેરકાયદેસર રીતે કામ કરવામાં સંડોવાયેલા હતા. 



પાત્રાએ કહ્યું કે, આવકવેરા પ્રમાણે 2010-11માં રોબર્ટ વાડ્રાએ અસેસમેન્ટના આધાર પર દેખાડ્યું હતું કે તેની આવક માત્ર 37 લાખ હતી પરંતુ જ્યારે આવકવેરા વિભાગે તપાસ કરી તો જાણવા મળ્યું કે, તેની આવક 43 કરોડ રૂપિયાની હતી. 


ભાજપના પ્રવક્તાએ કહ્યું કે, અમે કોંગ્રેસ અધ્યક્ષને પૂછવા ઈચ્છીએ કે, રોબર્ટ વાડ્રા જે પ્રકારે ઇનકમ ટેક્ચ ચોરી કરી રહ્યાં હતા, તેના પર રાહુલનું શું કહેવું છે? સંબિતે કહ્યું કે, માલ્યા સાથે કોંગ્રેસની સાંઠ-ગાંઠ છે. રાહુલને માલ્યા અને વાડ્રા જવાબ આપે. 



સંબિત પાત્રાએ કહ્યું કે, આજે ખ્યાલ આવી ગયો કે જે પોસ્ટર બોય ઓફ કરપ્શન છે, તેને ક્યા પ્રકારે કોંગ્રેસ પાર્ટી કેવો વ્યવહાર કરે છે અને અમે કેવો વ્યવહાર કર્યો છે. જે સારા સમયે રાજા હતો તે બાદમાં બેન્ક ડિફોલ્ટરોનો પોસ્ટર બોય બની  ગયો છે. વિજય માલ્યાને જે લોન કોંગ્રેસ પાર્ટીએ આપી આજે ક્યા પ્રકારે મોદી સરકાર સંપત્તિ જપ્ત કરીને રિકવરીનું કામ કરી રહી છે. તેનાથી એક મોટું પરિવર્તન આવ્યું છે.