BJP Attacks Manish Sisodia: દિલ્હીમાં દારૂ કૌભાંડને લઈને ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જાણે જંગ છેડાઈ ગઈ છે. આજે ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરીને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા પર નિશાન સાધ્યું. ભાજપના નેતા ગૌરવ ભાટિયાએ કહ્યું કે આપ નથી પાપ છે, ભ્રષ્ટાચારીઓનો બાપ છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે જેમણે પણ દિલ્હીને ઠગ્યું છે તેઓ કેજરીવાલના સગા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના નેતા ગૌરવ ભાટિયાએ કહ્યું કે દેશની જનતા કહે છે કે જો કોઈ સૌથી મોટો ભ્રષ્ટાચારી હોય તો તે મનિષ સિસોદિયા અને આમ આદમી પાર્ટી છે. ભાજપે કેજરીવાલ સરકારને સવાલ પૂછ્યો કે જો આમ આદમી પાર્ટીની આબકારી નીતિ યોગ્ય હતી તો પાછી કેમ ખેંચી લીધી? જવાબ મળ્યો કે વિદેશી સમાચાર ન્યૂયોર્ક ટાઈમ્સની પત્રિકા કહે છે કે આમ આદમી પાર્ટીનું શિક્ષણ મોડલ સૌથી સારું છે. 


ગૌરવ ભાટિયાએ વધુમાં કહ્યું કે જ્યારે કોવિડની બીજી લહેર આવી ત્યારે પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ સમગ્ર દેશની પડખે ઊભો રહ્યો, દવાઓ સુનિશ્ચિત કરી, હોસ્પિટલમાં વ્યવસ્થા સુધારવામાં આવી. ત્યારે સીએમ કેજરીવાલે તે સમયે દવાઓ, બેડ અને ઓક્સિજન વ્યવસ્થા પર ધ્યાન આપવું જોઈતું હતું. પરંતુ તે ભ્રષ્ટાચારી કલમ આબકારી નીતિ પર હસ્તાક્ષરમાં લાગી હતી. 


દિલ્હી: DyCM મનિષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી, હવે લૂકઆઉટ નોટિસ


ભાજપના નેતાએ કહ્યું કે સીએમ અરવિંદ કેજરીવાલ તમારે જનતાને જવાબ આપવો જોઈએ. તમે પ્રથમ દ્રષ્ટિએ ભ્રષ્ટાચાર કર્યો, મોટું કૌભાંડ કર્યું તે આપત્તિજનક છે. ચિંતાજનક છે. કોવિડ મહામારી સમયે દિલ્હીને દારૂ ન મળત તો ચાલત, પરંતુ કેજરીવાલ સરકાર સાથે ભળી જાત એ જરૂરી હતું. 


ગૌરવ ભાટિયાએ કહ્યું કે 'આજે અરવિંદ કેજરીવાલ મોડલનો અર્થ છે આઈએસઆઈ માર્કની ગેરંટીથી વધુ મોટી ગેરંટી અરવિંદ કેજરીવાલની કરપ્શન ગેરંટી.' આપની બે પ્રદેશોમાં સરકાર, બે સ્વાસ્થ્ય મંત્રી બંને ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં છે. અરવિંદ કેજરીવાલની સરકારમાં 100 ટકા ભ્રષ્ટાચાર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube