મોદી સરકાર પાસે હવે વધુ સમય નથી. આ 15 માસમાં આર્થિક-વૈશ્વિક પડકારો ઉપરાંત 9 રાજયની ધારાસભા ચૂંટણીઓ અને 2024ની લોકસભા ચૂંટણીનો પડકાર સામે ઉભો છે. આગામી સમયમાં ભાજપ મંત્રી મંડળમાં પણ મોટા ફેરફાર કરે તેવી સંભાવના વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાઈ શકે છે. ગત સમયે થયેલા ફેરફારમાં સિનીયર મંત્રી રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરને હટાવાયા હતા અને મોદી સરકારના એકમાત્ર લઘુમતી ચહેરા મુખ્તાર અબ્બાસ નકવીને પણ દુર કરાયા હતા. હવે સરકારમાં કોઈ નવો લઘુમતી ચહેરો નહી હોય તે નિશ્ચિત મનાય છે. ચિરાગ પાસવાનની સાથે વધી રહેલી નિકટતા જોતા તેમનો મંત્રીમંડળમાં સમાવેશ નક્કી મનાય છે. બિહારમાં નીતિશ કુમાર અને તેજસ્વી યાદવના જોડાણને પગલે ભાજપને પોતાના માટે નવી મતબેંક જોઈએ છે. ચિરાગ આ નવી મતબેંક બની શકે છે કેમ કે ચિરાગ પાસે છ ટકાની આસપાસ મતો છે. ચીરાગે મોદીના હનુમાન ગણાવીને ભાજપની નજીક રહેવાનો પ્રયાસ કર્ય હતો પણ ભાજપ પાસે હવે બિહારમાં નીતિશને દબાવવા માટે ચીરાગને આગળ કરવા સિવાય વિકલ્પ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, જેડીયુ અને શિવસેનાના ક્વોટાના મંત્રીઓનાં રાજીનામાથી ખાલી પડેલી જગ્યા નવા સહયોગીઓથી ભરવામાં આવી શકે છે.  એકનાથ શિંદે નેતૃત્વવાળા શિવસેના જૂથને પ્રતિનિધિત્વ મળશે એ નક્કી છે પણ ચિરાગને પણ સ્થાન મળશે. અત્યારે ચિરાગના કાકા પશુપતિનાથ પારસ મોદી સરકારમાં મંત્રી છે. મહારાષ્ટ્રમાં શિવસેનાના શિંદે જૂથને દિલ્હીમાં પ્રતિનિધિત્વ મળશે. બિહારમાં પાસવાન ફેમીલીના પારસ પાસવાન ભાજપને બહું ઉપયોગી થઈ શકયા નથી તેથી ફરી ચિરાગ પાસવાનને મહત્વ અપાય તેવા સંકેત છે તેથી અનુમતિ પારસકુમારને પડતા મુકી તેના ચિરાગ પાસવાનને સ્થાન અપાઈ શકે છે.લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગેલો ભાજપ સંગઠન અને કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફારો કરશે એ સ્પષ્ટ છે ત્યારે ચિરાગ પાસવાનની કેન્દ્રીય કેબિનેટમાં ફરી એન્ટ્રીની શક્યતા છે. ભાજપનાં સૂત્રો આ વાતને સમર્થન આપે છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં ચિરાગને સરકારી સુરક્ષા આપતાં આ અટકળો ચાલી રહી છે.


ગંગા વિલાસ ક્રુઝ: 18 લગ્ઝરી સુઈટ અને 3,200 કિલોમીટરની સફર, જુઓ ક્રૂઝની અંદરના Photos


અત્યંત ડરામણું! શિક્ષિકાએ સ્ટુડન્ટને લાફા માર્યા અને પછી ગળું દબાવ્યું, જુઓ Video


નાનકડાં ગામમાં ચાલે છે 'સેક્સટોર્શન રેકેટ', યુવતીઓને અપાય છે ન્યૂડ વીડિયો કોલ....


ભાજપના મહામંત્રીઓની બેઠકમાં એનડીએના વર્તમાન અને ભાવિ સાથી પક્ષો અંગે ચર્ચા કરાઇ હતી. સૂત્રોનો દાવો છે કે, ભાજપ લાખ પ્રયત્નો કરવા છતાં દક્ષિણ ભારતમાં સંપૂર્ણ પગપેસારો કરી શક્યો નથી તેથી  મિશન દક્ષિણને સફળ બનાવવા માટે જોડાણની શરતોને વધુ ઉદાર બનાવશે. ભૂતકાળમાં ભાજપની સાથે રહી ચૂકેલા ટીડીપી સહિતના જૂના સાથીઓ સાથે ગઠબંધન કરવા ભાજપ નમતું જોખવા માટે પણ તૈયાર છે. 


 2019ની લોકસભા ચૂંટણીમાં લોક જનશક્તિ પાર્ટીએ બિહારમાં પાંચ બેઠકો જીતી હતી. પરંતુ ટોચના નેતા રામવિલાસ પાસવાનના નિધન બાદ પાર્ટીમાં ભાગલા પડી ગયા હતા. પક્ષના ચાર સાંસદોએ ચિરાગ પાસવાન સામે બળવો કર્યો અને લોક જનશક્તિ પાર્ટી (પારસ જૂથ)ની રચના કરી હતી. આ ગ્રુપના લીડર ચિરાગના કાકા પશુપતિ પારસ છે. આ પહેલા લોક જનશક્તિ પાર્ટીએ ચિરાગ પાસવાનના જીવને ખતરો ગણાવ્યો હતો. પાર્ટીના નેતા રાજુ તિવારીએ કહ્યું હતું કે ચિરાગના જીવને ખતરો છે પરંતુ બિહાર ડીજીપી આ અંગે ઉદાસીન છે. જો ચિરાગ પાસવાનને કંઈ થશે તો તેની જવાબદારી બિહારની નીતિશ કુમાર સરકાર અને તેમના ડીજીપીની રહેશે. એમ કહીને રાજુ તિવારીએ ચિરાગ પાસવાનની સુરક્ષા વધારવાની માંગ કરી છે.


ચિરાગને કેન્દ્રમાં મંત્રી બનાવવાની પણ ચર્ચા છે


અહીં ચિરાગ પાસવાનને આપવામાં આવેલી એડ કેટેગરીની સુરક્ષા પર પણ રાજકીય અસર પડી રહી છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ચિરાગ પાસવાનને કેન્દ્રમાં મંત્રી પદ મળી શકે છે. થોડા દિવસો પહેલાં ચિરાગ પાસવાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. ત્યારથી તેમને કેન્દ્રમાં મંત્રી બનાવવાની ચર્ચા ચાલી રહી છે. ચિરાગ પાસવાન બિહારમાં શરૂઆતથી જ એનડીએ સાથે છે. વિધાનસભા ચૂંટણીમાં ચિરાગના કારણે જ ભાજપ જેડીયુ કરતા મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી.


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube