ભાજપ ઉમેદવારના પિતા બોલ્યા- મારા પુત્રએ હારી જવું જોઈએ, જાણો કેમ આપ્યું આવું નિવેદન
Loksabha Election 2024: દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી ગયો છે. દરેક પાર્ટીઓ અને ઉમેદવારોએ પ્રચાર શરૂ કરી દીધો છે. આ વચ્ચે એક પિતાએ ચૂંટણીમાં તેમના પુત્રની હારની કામના કરી છે.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024 માટે તમામ પક્ષો જીત માટે એડી-ચોટીનું જોર લગાવી રહ્યાં છે. લોકોને વિવિધ વચનો આપી ઉમેદવાર જનતા વચ્ચે જઈ રહ્યાં છે. આ વચ્ચે ભાજપના ઉમેદવારના પિતાએ મીડિયામાં આવી પોતાના પુત્રના ચૂંટણીમાં હારવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે મારા પુત્રએ ચૂંટણી હારી જવી જોઈએ. તે પોતાના પુત્રની વિરુદ્ધ કોંગ્રેસ ઉમેદવારને જીતતા જોવા ઈચ્છે છે.
આ નિવેદન આપ્યું છે- કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ રક્ષા મંત્રી એકે એન્ટોનીએ. તેમણે મંગળવારે કહ્યું કે તેરલની પથનમથિટ્ટા લોકસભા સીટથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર એટલે કે તેમના પુત્ર અનિલ કે એન્ટોનીની ચૂંટણીમાં હાર થવી જોઈએ.
આ પણ વાંચોઃ આ વર્ષે જોરદાર વરસશે વાદળો, સામાન્યથી 102% વરસાદનું અનુમાન, 'લા-નીના'ની દેખાશે અસર
એન્ટોનીએ આ વાત એક સંવાદદાતા સંમેલન દરમિયાન કહી છે. તેમણે પોતાની ઈચ્છા જણાવી કે તેમનો પુત્ર જે હવે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યો છે, તેણે હારી જવું જોઈએ. તેમણે દક્ષિણ કેરલના પથનમથિટ્ટા લોકસભા સીટ પર પોતાના પુત્રના વિરોધી કોંગ્રેસ ઉમેદવારની જીતના કામના કરી છે.
પુત્રના ભાજપમાં જવા પર કહ્યું- કોંગ્રેસ મારો ધર્મ
એકે એન્ટોનીએ કોંગ્રેસના નેતાઓના બાળકોના ભાજપમાં સામેલ થવાને પણ ખોટું ગણાવ્યું છે. એન્ટોનીએ પોતાના પુત્રની રાજનીતિ વિશે પૂછવામાં આવેલા સવાલ પર જવાબ આપતા કહ્યું- કોંગ્રેસ મારો ધર્મ છે.