હૈદરાબાદઃ Madhavi Latha On Asaduddin Owaisi: તેલંગણાની હૈદરાબાદ સીટ પર આ વખતે મુકાબલો રસપ્રદ થવાનો છે. છેલ્લા 40 વર્ષથી આ સીટ પર ઓવૈસી પરિવારનો કબજો રહ્યો છે. ભાજપે આ વખતે હૈદરાબાદ સીટથી ડો. માધવી સતાને વર્તમાન સાંસદ અસદુદ્દીન ઓવૈસીની સામે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માધવી લતા કટ્ટર હિન્દુત્વનો ચહેરો છે અને ત્રિપલ તલાકના મામલા પર મુસ્લિમ મહિલાઓ વચ્ચે પણ ખુબ લોકપ્રિય છે. તે વાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વખતે ઘરમાં ઓવૈસી ઘેરાય ન જાય. માધવી લતાએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરી, જેમાં ઓવૈસી પર મોટો હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે જંગની જાહેરાત કરી દેવામાં આવી છે. હવે ઓવૈસીની નિવૃત્તિ લેવાનો સમય આવી ગયો છે. 


હૈદરાબાદ સૌથી પછાત સંસદીય ક્ષેત્ર
માધવી લતાએ કહ્યું- આ સંસદીય ક્ષેત્ર એટલું ઉપેક્ષિત છે કે અહીં ગરીબી અને શૈક્ષણિક પછાત છે. હૈદરાબાદ લોકસભામાં કોઈ સફાઈ, શિક્ષણ કે સ્વાસ્થ્ય સુવિધા નથી. મદરસોમાં બાળકોને ભોજન મળી રહ્યું નથી. મંદિરો અને હિન્દુ ઘરો પર ગેરકાયદેસર કબજો કરવામાં આવી રહ્યો છે. મુસ્લિમ બાળકો અશિક્ષિત છે. બાળ શ્રમ પણ છે. 


આ પણ વાંચોઃ સમજી વિચારીને નિવેદન આપો, વિવાદથી બચો, લોકસભા ચૂંટણી પહેલા PM મોદીની મંત્રીઓને સૂચના


તો ઓવૈસીએ નિવૃત્ત થઈ જવું જોઈએ
માધવી લતાએ આગળ કહ્યું કે ઓવૈસીનો પરિવાર 40 વર્ષથી અહીં જીતી રહ્યો છે પરંતુ તેમણે સંસદીય સીટ માટે કંઈ કર્યું નથી. આ સૌથી પછાત વિસ્તાર છે. તેથી હવે સમય આવી ગયો કે તેમણે નિવૃત્ત થઈ જવું જોઈએ. ભાજપના ઉમેદવારે કહ્યું- તેમણે લોકો માટે કંઈ કર્યું નથી. જૂનું શહેર ન તો પહાડ છે અને ન આદિવાસી વિસ્તાર છે. આ હૈદરાબાદના કેન્દ્રમાં છે પરંતુ ત્યાં ગરીબી છે. તેમણે આ સિવાય હૈદરાબાદના જૂના શહેરની તુલના સોમાલિયા સાથે કરી છે. લતાએ કહ્યું કે આને એટલું વિકસિત કરવાની જરૂર છે જેટલું સોમાલિયાને વિકસિત કરવાની જરૂર છે. સૌથી પહેલા મહિલાઓ અને યુવાઓને રોજગાર આપવાની જરૂર છે. 


શું છે હૈદરાબાદનો રાજકીય ઈતિહાસ?
હકીકતમાં હૈદરાબાદની સીટ એઆઈએમઆઈએમનો ગઢ માનવામાં આવે છે. આ સીટ 1984થી પાર્ટીની પાસે છે. અસદુદ્દીન ઓવૈસીના પિતા સુલ્તાન સલાહુદ્દીન 1984માં પ્રથમવાર લોકસભા માટે ચૂંટાયા હતા. તેમણે 20 વર્ષ સુધી આ સીટનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ત્યારબાદ અસદુદ્દીન ઓવૈસી હૈદરાબાદથી સાંસદ છે.