'સમજી વિચારીને નિવેદન આપો, વિવાદથી બચો', લોકસભા ચૂંટણી પહેલા PM મોદીની મંત્રીઓને કડક સૂચના!

Lok Sabhe Election 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે મંત્રિપરિષદની બેઠકની અધ્યક્ષતા કરી હતી. લોકસભા ચૂંટણી પહેલા યોજાયેલી આ બેઠકમાં પીએમ મોદીએ મંત્રીઓને મહત્વની સૂચના આપી હતી. 
 

'સમજી વિચારીને નિવેદન આપો, વિવાદથી બચો', લોકસભા ચૂંટણી પહેલા PM મોદીની મંત્રીઓને કડક સૂચના!

નવી દિલ્હીઃ Lok Sabhe Election 2024: લોકસભા ચૂંટણીની તૈયરી વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવાર (3 માર્ચ 2024) ને કેન્દ્રીય મંત્રીઓને કડક ચેતવણી આપી છે. પીએમ મોદીએ મંત્રીઓને કહ્યું કે સમજી વિચારીને નિવેદન આપો અને વિવાદિત ટિપ્પણીઓ કરવાથી બચો. સૂત્રો પાસેથી આ જાણકારી મળી છે.

મંત્રીપરિષદની બેઠક દરમિયાન પીએમ મોદીએ મંત્રીઓને કહ્યું કે તેમણે જનતા સુધી સરકારની યોજનાઓ વિશે જાણકારી પહોંચાડવાની છે. તે લોકસભા ચૂંટણીને લઈને પ્રચાર દરમિયાન પણ સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ લોકોની સામે કરો.

બેઠકમાં શું થઈ ચર્ચા?
મંત્રિપરિષદની બેઠકમાં નવી સરકારની રચના બાદ તત્કાલ લેવાનારા નિર્ણયો માટે 100 દિવસના એજન્ડાને લાગૂ કરવા પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે આગામી પાંચ વર્ષનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. આ સિવાય 2047 સુધી વિકસિત ભારત કઈ રીતે બનશે? તેને લઈને તમામ મંત્રાલયો તરફથી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. 

તો ન્યૂઝ એજન્સીએ પીટીઆઈ સૂત્રોના હવાલાથી જણાવ્યું કે વિકસિત ભારત માટે રોડમેપ બે વર્ષથી વધુ ઉંડી તૈયારીનું પરિણામ છે. સૂત્રોનું કહેવું છે કે તેમાં દરેક મંત્રાલયો અને રાજ્ય સરકારો, શિક્ષણવિદો, ઉદ્યોગ સંગઠનો, નાગરિક સામાજિક સંસ્થાઓ, વૈજ્ઞાનિક સંગઠનોની સાથે વ્યાપક ચર્ચા તથા યુવાઓના સૂચનને સામેલ કરતા સરકારનો સમગ્ર દ્રષ્ટિકોણ સામેલ છે. 

તેને લઈને એક અધિકારીએ પીટીઆઈને કહ્યું- વિવિધ સ્તરો પર 2700થી વધુ બેઠકો, કાર્યશાળાઓ અને સેમિનાર આયોજીત કરવામાં આવ્યા હતા. 20 લાખથી વધુ યુવાનોના સૂચનો પ્રાપ્ત થયા છે. 

કેમ મહત્વની છે મંત્રિપરિષદની બેઠક?
આ બેઠક લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થતાં પહેલા આ પ્રકારની સંભવતઃ છેલ્લી બેઠક છે. આ બેઠક એવા સમયે યોજવામાં આવી છે, જ્યારે ભાજપે ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. 

                

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news