કમાલનો આઇડિયા : મોદી સરકારને 4 વર્ષ થતા PMએ ટ્વીટ કર્યો મસ્ત રિપોર્ટ કાર્ડ Video
આજે વડાપ્રધાન બાલીયાત્રા મેદાનમાં જનસભાને સંબોધન કરવાના છે
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની બીજેપી સરકારે 26 મેના દિવસે આજે પોતાનો ચાર વર્ષનો કાર્યકાળ સમાપ્ત કર્યો છે. આ સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિસાના કટકથી સરકારનું રિપોર્ટ કાર્ડ રજૂ કરશે. આ સિવાય કેન્દ્ર સરકારના મંત્રી અને બીજેપીના નેતાઓ દેશના અલગઅલગ વિસ્તારોમાં સરકારની ઉપલબ્ધી ગણાવશે. પીએમના કાર્યક્રમ પહેલાં બાલીયાત્રા મેદાનમાં તમામ તૈયારી કરી લેવામાં આવી છે અને અહીંથી જનસભાને સંબોધન કરવામાં આવશે. જોકે આ સભા પહેલાં વડાપ્રધાને આ ચાર વર્ષનો સરકારનો રિપોર્ટ એક વીડિયો તરીકે ટ્વીટ કર્યો છે.
PICS: આમિર ક્યાં પહોંચ્યો પરિવાર સાથે? જાણવા કરો ક્લિક
પીએમ નરેન્દ્ર મોદીએ એક વધુ ટ્વિટ કર્યું છે. તેમાં લખ્યું છે, 2014માં આજના દિવસે જ અમે ભારતમાં પરિવર્તન સફરની શરૂઆત કરી હતી. છેલ્લા ચાર વર્ષમાં વિકાસ જન આંદોલન બની ગયો છે. દેશનો દરેક નાગરિક તેમાં પોતાની ભાગીદારી અનુભવી રહ્યા છે. સવા સો કરોડ ભારતીયો ભારતને એક નવી ઉંચાઈ પર લઈ જઈ રહ્યા છે.
લોકસભા 2019ની ચૂંટણીઓની પૂર્વ તૈયારીના ભાગરૂપે કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારના ચાર વર્ષની ઉજવણીનો સરકારી સાથોસાથ સંગઠનાત્મક કાર્યક્રમોનો તખ્તો તૈયાર કરાયો છે. પરંતુ આ ઉજવણીની ધામધૂમ પર કર્ણાટકના ધબડકાની વિપરિત અસર કાર્યકરો પર થઇ છે તેમાંથી સંગઠનને બહાર લાવવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દરેક રાજ્યોનો પ્રવાસ શરૂ કરવાનું નક્કી કર્યું છે.