નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની કવાયતમાં શિવસેના અને ભાજપ વચ્ચે મુખ્યમંત્રી પદની ખેંચતાણ ચાલી રહી છે. શિવસેનાના ધારાસભ્યોએ શનિવારના રોજ બેઠક કરીને જણાવ્યું કે મુખ્યમંત્રી પદ માટે 50-50 ફોર્મ્યુલાથી જરાય ઓછું ચલાવશે નહીં. આ બાજુ શનિવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ માથા પર બરફ મૂકીને વર્તતા કહ્યું કે અમે ગઠબંધનમાં સૌથી મોટી પાર્ટી બનીને ઊભર્યા છીએ. ભાજપના નેતૃત્વમાં અમારું ગઠબંધન રાજ્યમાં પાંચ વર્ષ સુધી સ્થાયી સરકાર ચલાવશે. બંને નિવેદનોની સરખામણી કરીએ તો શિવસેના જ્યાં અઢી વર્ષ પોતાના મુખ્યમંત્રીને લઈને આક્રમક બની છે ત્યાં ભાજપ બિલકુલ સીધી સટ રીતે તેમને શાંત કરવાની કોશિશમાં છે. શિવસેનાએ પોતાના માટે મુખ્યમંત્રી પદની માગણી કરી છે ત્યાં ફડણવીસે ગઠબંધનની સરકારની વાત કરી છે. જો કે ફડણવીસે પોતાના નિવેદનમાં ભાજપના નેતૃત્વમાં સરકાર બનાવવાની પણ વાત કરી છે. જેને સીધી રીતે શિવસેનાને જવાબ આપવાના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રમાં શિવસેનાએ દેખાડ્યો પાવર, '2.5-2.5 વર્ષ CM'નો ફોર્મ્યુલા નહીં તો સરકાર પણ નહીં


આ બાજુ મુખ્યમંત્રી પદને લઈને શિવસેના સાથે કોકડું ગૂંચવાયા બાદ ભાજપે 30 ઓક્ટોબરના રોજ વિધાયક દળની એક બેઠક બોલાવી છે. સૂત્રોનું કહેવું છે કે જો પરિણઆમો બાદ સરકારમાં પદોને લઈને શિવસેનાસાથે વાતચીત સહમતિ સુધી પહોંચી જાત જો હરિયાણાની જેમ જ મહારાષ્ટ્રમાં પણ શનિવારે જ વિધાયક દળની બેઠક બોલાવીને રવિવાર સુધીમાં શપથગ્રહણ સમારોહ થઈ જાત. પરંતુ ભાજપ અને શિવસેના વચ્ચે 'અઢી અઢી વર્ષ માટે મુખ્યમંત્રી'ના ફોર્મ્યુલા પર સહમતિ ન બની શકવાના કારણે ભાજપે ચૂંટણીના પરિણામોના છ દિવસ બાદ વિધાયક દળની બેઠક બોલાવવા માટે મજબુર થવું પડ્યું છે. 


ભાજપના મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે શનિવારે મીડિયાને જણાવ્યું કે પાર્ટીએ 30 ઓક્ટોબરના રોજ વિધાન ભવનમાં વિધાયક દળની બેઠક બોલાવી છે. જેમાં તમામ 105 નવા ચૂંટાઈ આવેલા ધારાસભ્યો પોતાના નેતા ચૂંટશે. તેમણે કહ્યું કે 24 ઓક્ટોબરના રોજ પરિણામ આવ્યાંના દિવસે ભાજપના નવી દિલ્હી હેડક્વાર્ટરમાં થયેલી સંસદીય બોર્ડની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસના નામ પર મહોર લાગી ચૂકી છે. આથી બુધવારે થનારી બેઠકમાં નેતા તરીકે તેમની પસંદગી નક્કી જ છે. 


જુઓ VIDEO


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...