નવી દિલ્હી: ભાજપને એક જમાનામાં પોતાના સહયોગીને આકર્ષવા માટે એકવાર અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણના વિવાદાસ્પદ મુદ્દાને છોડવો પડ્યો હતો. આજે તેના નિર્માણની શરૂઆત પોતાના વિરોધીઓ પર તેની વૈચારિક જીતના સ્વરૂપ સામે આવી છે. ત્યાં સુધી કે ઘણા વિપક્ષી નેતા પણ તેનું સ્વાગત કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંજોગોવશ જે દિવસે મંદિર નિર્માણની પ્રક્રિયાને આગળ વધારવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય સ્વંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતની હાજરીમાં શિલાન્યાસ કરશે તે દિવસે જમ્મૂ તથા કાશ્મીરમાંથી કલમ 370ને નાબૂદ કરવાની પ્રથમ વર્ષગાંઠ પણ છે. પાંચ ઓગસ્ટના દિવસે એક વર્ષ પહેલાં કલમ 370 દૂર કરીને ભાજપે વિચારધારા સાથે જોડાયેલ પોતાના એક અન્ય પ્રમુખના વાયદાને પુરો કર્યો હતો. 

રામ મંદિર પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


રાજકીય જાણકારોનું કહેવું છે કે બુધવારે થનાર શિલાન્યાસમાં પ્રમુખ રાજકીય ઉપસ્થિતિ પ્રધાનમંત્રી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની રહેવાની છે. બંને જ તેના માટે ઉપયુક્ત છે કારણ કે બંને હિંદુત્વના પ્રત્યે પોતાની અટલ નિષ્ઠા માટે જાણિતા છે. 


વર્ષ 2019ની ચૂંટણીમાં ભાજપને પહેલાંથી મોટો જનાદેશ મળ્યો. ત્યારબાદ પાર્ટી નવી ઉર્જા સાથે પોતાના મૂળ મુદ્દા પર આગળ વધતી જોવા મળી. પહેલાં જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370ને નાબૂદ કરવી અને રામ મંદિરના નિર્માણની દિશામાં આગળ વધવું આ જ દર્શાવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube