ram mandir

Ayodhya: અયોધ્યામાં બની રહેલા રામ મંદિર માટે 'લંકા'થી શું આવી રહ્યું છે? માતા સીતા સાથે છે કનેક્શન

આ પથ્થરને શ્રીલંકાના રાજદૂત દ્વારા ભારત મિલિન્ડા મોરાગોડા દ્વારા ભારતમાં લાવવાની આશા છે. 
 

Mar 18, 2021, 10:14 PM IST

Ayodhya Ram Mandir: ભક્તોએ દાનનો કર્યો વરસાદ, રામ મંદિર નિધિ સમર્પણ અભિયાનમાં આવ્યા 2100 કરોડ રૂપિયા

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે શ્રીરામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન શનિવારે સમાપ્ત થઈ ગયું. 44 દિવસીય અભિયાન સાથે જોડાયેલા ટ્રસ્ટે જણાવ્યું કે, આ દરમિયાન 2100 કરોડ રૂપિયાથી વધુનો સંગ્રહ કરવામાં આવ્યો છે. 

Feb 28, 2021, 06:05 PM IST

Bihar: ચિરાગ પાસવાને પોતાને ગણાવ્યા શબરીના વંશજ, રામ મંદિર માટે આપ્યા આટલા રૂપિયા

Chirag Paswan Latest Statement: પાસવાને ટ્વીટ કર્યુ, વંચિત વર્ગથી આવતા શ્રીરામના પરમભક્ત માતા શબરીના વંશજ જોવાને કારણે આપણા બધાનું કર્તવ્ય છે કે ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના નિર્માણમાં પોત-પોતાની ભાગીદારી આપે. 
 

Feb 27, 2021, 11:27 PM IST

ગોધરાકાંડના 19 વર્ષ : મૃતક કારસેવકોને સળગાવાયેલા ટ્રેનના ડબ્બા પાસે શ્રદ્ધાંજલિ અપાઈ

આજે 27 ફેબ્રુઆરી. સમગ્ર ગુજરાત અને દેશ માટે પણ ગોઝારો દિવસ સાબિત થયેલ આજના જ દિવસે વર્ષ 2002 માં ગોધરા સાબરમતી ટ્રેન હત્યાકાંડની ઘટના ઘટી હતી. જેમાં 59 જેટલા કાર સેવકોને ટ્રેનના ડબ્બામાં જ જીવતા સળગાવી મૂકવામાં આવ્યા હતા. આજ રોજ આ ગોઝારી ઘટનાને 19 વર્ષ પૂર્ણ થયા છે. ઘટનામાં મોતને ભેટેલા 59 કાર સેવકોને આજે 19 મી પુણ્યતિથિ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાઈક રેલી યોજી પ્રતિકાત્મક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. 

Feb 27, 2021, 02:18 PM IST

ગીર સોમનાથ: રામ મંદિર નિધિ એકત્ર કરવા ગયેલા RSS ના કાર્યકર્તાઓ પર હિચકારો હૂમલો, ગામમાં પોલીસનો ખડકલો

છાછર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું. ગત રાત્રે ચોક્કસ કોમનાં ટોળા દ્વારા આરએસએસના 5 જેટલા કાર્યકરો પર હુમલો થતા છાછરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. રામ મંદિર નિર્માણ નિધિ એકત્ર કરવા ગયેલા આરએસએસનાં કાર્યકરો પર હુમલાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાનાં છાછર ગામમાં ગત રાત્રે આર એસ એસના 5 જેટલા કાર્યકરો પર એક ચોક્ક્સ કોમનું ટોળું તૂટી પડ્યું હતું. પથ્થરથી હુમલો કરતા તમામને નાના મોટી અને ગંભીર ઈજાઓ થતા પ્રથમ કોડીનારની રા.ના.વાળા હોસ્પિટલે અને ત્યારબાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલ ખસેડાયા છે. આર એસ એસના કાર્યકર્તા જીગ્નેશ પરમારનાં કહેવા મુજબ તેઓ છાછર ગામે રામ મંદિર નિર્માણ નિધિ એકત્રીકરણ સંદર્ભે છાછર ગામ ગયા હતા. ત્યાં એક હિન્દૂ પરિવારમાં અવસાન થયું હોય ત્યાં ઉત્તરક્રિયામાં ભાગ લઈ પરિવારજનોને સધિયારો આપતા હતા, ત્યારે તેમના પર અચાનક હુમલો કરી દેવામાં આવ્યો હતો. લગભગ 2 થી 3 કલાક સુધી ટોળું આતંક માચાવતું રહ્યું અને સંઘનાં ઘાયલ કાર્યકરો એક ઘરમાં પુરાય રહ્યા હતા. આખરે કલાકો બાદ કોડીનાર પોલીસ પહોંચી અને તમામને બહાર કાઢયા હતા. 

Feb 21, 2021, 08:08 PM IST

રામ મંદિર માટે આ ગુજરાતી ઉદ્યોગપતિએ કર્યું 5 કરોડનું દાન

રામ મંદિર નિર્માણ નિધિમાં દેશભરમાં ખોબલે ભરીને દાન આવી રહ્યું છે. રામ મંદિર માટે લોકો દાનની સરવાણી વહાવી રહ્યાં છે. આવામાં ગુજરાતીઓ પણ મોખરે છે. વાપી જીઆઈડીસીના અગ્રણી અને પાયાના ઉદ્યોગપતિ એવા રજ્જુ શ્રોફે રામ મંદિર માટે 5 કરોડનું દાન કર્યું છે. 

Feb 17, 2021, 01:59 PM IST

Rinku Sharma Murder: ભાજપ નેતા કપિલ મિશ્રાએ રિંકૂ શર્માના પરિવાર સાથે કરી મુલાકાત, એક કરોડની સહાયની કરી જાહેરાત, કહ્યું- આ આતંકી ઘટના

ભાજપના નેતા પરિવાર સાથે મુલાકાત કરી કહ્યુ કે, રિંકૂ શર્મા જીની હત્યા આતંકી ઘટના છે. તેમણે આ સાથે પરિવારને સહાયતા આપવાની જાહેરાત કરી છે.

Feb 16, 2021, 08:28 PM IST

અયોધ્યાને સમગ્ર દુનિયાનું કલ્ચરલ કેપિટલ બનાવીશું : સ્વામી ગોવિંદ દેવગીરી મહારાજ 

  • BAPS સંસ્થા તરફથી 2 કરોડ રૂપિયાનું દાન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને કરાયું
  • મુખ્યમંત્રી રૂપાણીની હાજરીમાં સ્વામી ગોવિંદ દેવગીરી મહારાજને 2 કરોડ રૂપિયાનો ચેક અપાયો 

Feb 13, 2021, 01:08 PM IST

11 વર્ષની આ સુરતી દીકરીએ રામ ભક્તિની જે મિશાલ કાયમ કરી તે ભલભલાને આશ્ચર્યમાં મૂકી દેશે

  • સુરતની માત્ર 11 વર્ષીય આ નાનકડી દીકરીએ રામ ભક્તિની જે મિશાલ કાયમ કરી છે તે ભલભલાને આશ્ચર્યમાં મૂકી દેશે
  • ભાવિકા અત્યાર સુધી 4 જેટલી રામકથા કરીને રામ મંદિર માટે 50 લાખ જેટલા રૂપિયા એકઠા કરી ચૂકી છે

Feb 12, 2021, 08:03 AM IST

રામ મંદિર માટે પોતાના લગ્નના ચાંલ્લાની રકમ દાન કરશે આ ગુજરાતી યુવક

  • હિમતનગરમાં ચૌહાણ પરિવારે પોતાના પુત્રના લગ્નમાં આવનાર ચાંદલાની રકમને શ્રીરામ મંદિરના નિર્માણમાં નિધિ તરીકે આપવાનું નક્કી કર્યું

Feb 5, 2021, 12:36 PM IST

સર્વ ધર્મ સમભાવનું નોખું ઉદાહરણ, મુસ્લિમ દંપતીએ રામ મંદિર માટે કર્યું દાન

  • સર્વ ધર્મ સંમભાવની વિચારધારા અપનાવી એક થઈ આસ્થાના આ કામમાં આ દાન કરવું જોઈએ તેવું આ તબીબ દંપતીનું માનવું છે
  • ડો.હમદી મન્સૂરીએ જણાવ્યું કે, ભગવાન રામે દરેકને સાથે રાખીને ચાલ્યા છે. અને કોઈ ઉચ્ચ કે નીચનો ભેદભાવ રાખ્યો નથી

Jan 30, 2021, 08:41 AM IST

રામ મંદિર નિધિ સમર્પણ અભિયાન: રામ મંદિર માટે ગણત્રીના દિવસોમાં 100 કરોડનું દાન

* ગોવિંદ ધોળકિયાએ 11 કરોડ તો મુખ્યમંત્રી રૂપાણીએ 5 લાખ રૂપિયાનું દાન કર્યું

Jan 29, 2021, 09:45 PM IST

દીકરીના લગ્નની ખુશીમાં રામ કાર્ય કરવાનો આવ્યો વિચાર, કર્યો 1.51 લાખનો ચેક અર્પણ

સુરત (Surat) ના મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને હીરાના ઉદ્યોગ સાથે સંકળાયેલા રમેશ ભલાણીની મોટી દીકરીના લગ્ન રવિવારે મોટા વરાછાના ફાર્મ હાઉસ ખાતે યોજાયા હતા.

Jan 25, 2021, 04:45 PM IST
Unique initiative of the youth of Kutch for Ram Mandir PT1M14S

રામમંદિર માટે કચ્છના યુવાનોની અનોખી પહેલ

Unique initiative of the youth of Kutch for Ram Mandir

Jan 17, 2021, 06:10 PM IST

રામ મંદિર માટે રાષ્ટ્રપતિએ આપ્યું 5 લાખનું દાન, 'નિધિ સમર્પણ કાર્યક્રમ'ની થઈ શરૂઆત

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chouhan)એ પણ વિશ્વ હિંદુ પરિષદ (VHP)ને રામ મંદિર નિર્માણ માટે 1 લાખ રૂપિયાની રાશિ દાનમાં આપી છે. મુખ્યમંત્રી ચૌહાણે કહ્યુ, 'ભગવાન શ્રીરામ મંદિરના નિર્માણમાં એક ઈંટ અમારા પરિવારની લાગશે.
 

Jan 15, 2021, 04:19 PM IST
Ram Mandir Nirman Abhiyan across the country PT8M43S

લવ જેહાદ પર નીતિન પટેલનું મોટું નિવેદન, વિધર્મી યુવાનો આપણી બહેન-દીકરીઓ પર નજર બગાડે છે

  • એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, આપણી સંસ્કૃતિનું રક્ષણ આપણે જ કરવાનું છે
  • કેટલીક સંકુચિત માનસિકતા વાળા પોતાના ધર્મ સિવાય બીજા કોઈનું અસ્તિત્વ રહેવા દેવા માંગતા નથી
  • ભવિષ્યમાં જરૂર પડે તો ગુજરાત સરકાર લવ જેહાદનો કાયદો લાવવા વિચારણા કરશે

Jan 15, 2021, 01:45 PM IST