નવી દિલ્હી : દિલ્હીમાં સીલિંગ દરમિયાન અડચણ પેદા કરનાર ભાજપના પાર્ષદ મુકેશ સૂર્યા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે કડક વલણ અખતિયાર કર્યું હતું.  સુર્યાએ સુપ્રીમ કોર્ટમાં હલફનામું દાખલ કરીને માફી માંગી હતી. કોર્ટે ચેતવણી આપતા કહ્યું કે, જો હવે પછી આ પ્રકારની કોઇ હરકત કરી તો સુટકેસ લઇને જ આવો, અહીંથી સીધા જ તિહાડ જેલ મોકલી આપવામાં આવશે. નજફગઢ જોનનાં વોર્ડ કમિટીના ચેરમેન મુકેશ સુર્યાન પર આરોપ હતો કે તેમણે સીલિંગ ડ્રાઇવમાં રહેલા અધિકારીઓને કામ કરતા અટકાવ્યા હતા. જેના કારણે તેને નોટિસ ઇશ્યુ કરતા કોર્ટમાં રજુ થવા માટે જણાવવામાં આવ્યું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુકેશ સુર્યાએ સુપ્રીમ કોર્ટમાં માફી માંગી અને આ આશયનું હલફનામું કોર્ટમાં દાખલ કર્યું. કોર્ટે ચેતવણી ઉચ્ચાતરકા મુકેશ સુર્યાનને કહ્યું કે, ભવિષ્યમાં જો ફરી વાર સીલિંગની પ્રક્રિયામાં અડચણરૂપ થયા તો કોર્ટમાંથી સીધા જ જેલ ભેગા કરી દેવાશે. સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી સીલિંગ મુદ્દે સુનવણી કરવા દરમિયાન થઇ હતી. ગત્ત સુનવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, દિલ્હી સીલિંગ કાર્યવાહીમાં કોઇની પણ દાદાગીરી સહન કરવામાં નહી આવે. 

કચરા મુદ્દે પણ ઝાટકણી કાઢી
દિલ્હીમાં કચરા મુદ્દે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. તેના માટે કોર્ટે ઉપરાજ્યપાલની ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું કે, માત્ર દક્ષિણ દિલ્હીમાંથી 1800 ટન કચરો રોજીંદી રીતે એકત્ર થાય છે. તમારા વેસ્ટ મેનેજમેન્ટ પ્લોટ ડિસેમ્બર સુધીમાં ચાલુ થશે. તમને અંદાજ છે ત્યા સુધી કેટલો વધારે કચરો એકત્ર થઇ જશે. ? સાત લાખ ટન કરતા પણ વધારે. 

કોર્ટે કહ્યું કે, ગંગારામ હોસ્પિટલનાં સંશોધન રિપોર્ટ અનુસાર દિલ્હીમાં અડધી વસ્તી ફેફસાના કેન્સરથી પીડિત છે. દિલ્હીમાં ઇમરજન્સી જેવી પરિસ્થિતી છે. જો કે તમારું રિએક્શન તેવું નથી. તમને તેનું ભાન નથી. સુપ્રીમ કોર્ટની તીખી ટીપ્પણી કરતા કહ્યું કે, કચરાને શા માટે રાજનિવાસની બહાર ન ફેંકવામાં આવે. 

વિકલ્પ શોધવાની જરૂર
ઉપરાજ્યપાલની તરફથી કહેવામાં આવ્યું કે, પ્લાન્ટ લગાવવામાં સમય લાગશે. રાતોરાત પ્લાન્ટ લાગી શકેનહી. આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે કોઇ એક ઘરમાંથી કચરો હટાવીને બીજા કોઇ ઘરમાં ન ફેંકી શકો. તમારે વિકલ્પો શોધવા પડશે. સોનિયા વિહારનાં લોકોનો વિરોધ યોગ્ય છે. કારણ કે અંડર પ્રિવિલેજ્ડ છે તો તમે તેમના ઘરોની પાસે કચરાનો પહાડ ઉભો કરવા માંગો છો ? સુપ્રીમ કોર્ટે કહ્યું કે, લોકોને તે કહેવાનો અધિકાર છે કે તેમના ઘરમાં કચરો ડંપ ન કરવામાં આવે.