નવી દિલ્હી : ભાજપે લોકસભા ચૂંટણી માટે શનિવારે 24 ઉમેદવારોની વધારે એક યાદી બહાર પાડી, જેમાં હરિયાણાના આઠ ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ સાથે જ ભાજપ 407 ઉમેદવારોનાં નામની જાહેરાત કરી ચુક્યા છે. ભાજપની આ 18મી યાદી છે. જો કે આ યાદી બહાર પાડતાની સાથે જ વિવાદ પેદા થઇ ગયો.  આ વિવાદ બાંદા લોકસભા સીટ મુદ્દે થયો.  ભાજપે આ વખતે આ સીટથી વર્તમાન ધારાસભ્ય ભૈરો પ્રસાદ મિશ્રાની ટિકિટ કાપી દીધી. તેનાં સ્થાન પર પાર્ટીએ આરકે પટેલને મેદાનમાં ઉતાર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ફરી બેફામ કહ્યું, અડવાણીજીને લાત મારીને સ્ટેજ પરથી ઉતારી દીધા

પોતાની ટિકિટ કપાવાનાં કારણે ભૈરો પ્રસાદ મિશ્રા દિલ્હીમાં ભાજપ કાર્યાલયમાં જ ઉપવાસ પર બેસી ગયા. તેમનો આરોપ છે કે પાર્ટીએ તેમનાં સારા રિપોર્ટ કાર્ડ બાદ પણ ટિકિટ નથી આપી. બાંદાથી આ વખતે સપા-બસપા મહાગઠબંધને શ્યામાચરણ ગુપ્તાને ટિકિટ આપી છે. તેઓ તે પહેલા ભાજપનાં ટિકિટ પર અલ્હાબાદથી સાંસદ તરીકે ચુંટાયા હતા. જો કે લોકસભા ચૂંટણી 2019માં પોતાની ટિકિટ કપાવાની આશંકાને કારણે  તેમણે આખરી સમયે પાર્ટી બદલી દીધી. ત્યાર બાદ આ સપામાં જોડાઇ ગયા. 
અડવાણી મુદ્દે રાહુલની ટીપ્પણીથી ભડકો, કોંગ્રેસ અધ્યક્ષ ભાષાની મર્યાદા જાળવે: સ્વરાજ
હાલ બાંદા સીટ પર ભાજપની મુશ્કેલીએ વધી ગઇ છે.  હાલના સાંસદે જો વિદ્રોહનું બ્યુગલ આમ જ ચાલુ રાખ્યું તો ચૂંટણી સમયે તેમનાં ઉમેદવાર આર.કે પટેલની રાહ આકરી થઇ જશે.  જો કે પાર્ટી પહેલા જ સ્પષ્ટતા કરી ચુકી છે કે અનેક વખત અનેક ચહેરાઓને ટિકિટ કપાઇ શકે છે. ઝાંસીમાં પણ ઉમા ભારતીનાં સ્થાને ભાજપે અનુરાગ શર્માને મેદાનમાં ઉતાર્યા છે. 


ટ્રેન-18 પર પથ્થરમારો કરનારા પકડાઇ જશે, ભારતીય રેલવેએ વાપરી આવી યુક્તિ

શનિવારે બહાર પાડવામાં આવેલા યાદી અનુસાર ફુલપુર સીટથી ભાજપે કેસરી પટેલને મેદાનમાં ઉતાર્યા છે. લાલગંજથી નીલમ સોનકરને ટિકિટ મળી છે. લોકસભા માટે સાત તબક્કામાં 11 એપ્રીલથીચૂંટણી યોજાવા જઇ રહી છે અને તે 19 મે સુધી ચાલશે.  મતોની ગણત્રી 23 મેનાં રોજ થવાની છે.