કોલકાતા : ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને જય શ્રી રામ લખેલા દસ લાખ પોસ્ટકાર્ટ મોકલવાનો નિર્ણય લીધો છે. પશ્ચિમ બંગાળથી નવા ચૂંટાયેલા સાંસદ અર્જૂનસિંહે કહ્યું કે, અમે મુખ્યમંત્રીના આવાસ પર 10 લાખ પોસ્ટકાર્ડ મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેના પર જય શ્રીરામ લખેલું હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CM યોગીનો મહત્વનો નિર્ણય, કેબિનેટ મીટિંગમાં ફોન નહી રાખી શકે મંત્રી
ટીએમસીનાં ધારાસભ્ય રહી ચુકેલા સિંહ લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. તેમણે આ વાત ભાજપ કાર્યકર્તાઓનાં જુથ પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યા બાદ ક્યાંય જો તે સ્થળની બહાર પ્રદર્શન દરમિયાન જયશ્રી રામનાં નારા લગાવી રહ્યા હતા, જ્યાં ટીએમસીના નેતા બેઠક કરી રહ્યા હતા. 


અયોધ્યામાંથી રામની મુર્તિ ચોરતા તો ચોરી લીધી, પણ પાછી આપવા આવવું પડ્યું કારણ કે...
UPA વિમાન ગોટાળાની આંચ પૂર્વ ઉડ્યન મંત્રી પ્રફુલ પટેલ સુધી પહોંચી: EDએ નોટિસ ફટકારી
ટીએમસી સુત્રોે કહ્યું કે, ટીએમસીનાં નેતા ઉત્તર 24 પરગણા જિલ્લાના કાંચરાપાડામાં એકત્રીત થયા હતા જેથી પાર્ટીનાં તે કાર્યલયોને ફરીથી પરત લેવાની રણનીતિ બનાવવામાં આવી શકે જેને કથિત રીતે ભાજપ કાર્યકર્તાઓએ લઇ લીધું છે. કાંચારપાડા સિંહના બૈરકપુર સંસદીય વિસ્તાર હેઠળ આવે છે. 


લોકસભા ચૂંટણીમાં કારમી હાર પછી કોંગ્રેસને ફરી મજબૂત કરવા સોનિયા આવ્યા આગળ
ટીએમસી નેતા અને રાજ્ય મંત્રી જ્યોતિપ્રિય મલિકે દાવો કર્યો કે સિંહ અને ભાજપ નેતા મુકુલ રોયના પુત્ર શુભ્રાંશું રોયે ક્ષેત્રમાં ઘર્ષણ પેદા કરવા માટેનુ ષડયંત્ર રચ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે શુભ્રાંશુ ગત્ત મંગળવારે તૃણમુલ છોડીને ભાજપમાં જોડાઇ ગયા હતા. પોલીસ સુત્રોએ કહ્યું કે, બેઠક સ્થળની બહાર એકત્રિત લોકોએ નારેબાજી કરી અને આરોપ લગાવ્યો કે મલિક તથા મદન મિત્રા, તાપસ રોય અને સુજીત બોસ જેવા ટીએમસીનાં નેતાઓની હાજરી ક્ષેત્રમાં શાંતિ માટે હાનિકારક છે. સુત્રોએ જણાવ્યું કે, પોલીસ અને ત્વરિત કાર્યવાહી દળ (RAF) કર્મચારીઓને પહેલા પ્રદર્શનકર્તાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્યાર બાદ સ્થિતી હાથમાંથી જતી જોઇને લાઠીચાર્જ કર્યો. 


મોદી સરકાર 2.0 : અમિત શાહે ગૃહમંત્રી તો રાજનાથે સંરક્ષણ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો
મલિકે કહ્યું કે, આ અભુતપુર્વ છે. અમે આ પ્રકારની સંસ્કૃતી બંગાળમાં નથી જોઇએ. આ ભાજપની સંસ્કૃતી છે. સિંહે આરોપોનો ઇન્કાર કર્યો. તેમણે કહ્યું કે, ટીએમસીનાં નેતા વ્યર્થની વાતો કરી રહ્યા છે. લોકોએ ટીએમસીને ફગાવી દીધા છે અને આ તેમની પ્રતિક્રિયા છે.